વિવાદ:શિર્ડી સાઈબાબા સંસ્થાનના અધ્યક્ષપદ માટે કોંગ્રેસ- રાષ્ટ્રવાદીમાં રસ્સીખેંચ

મુંબઈ4 મહિનો પહેલા
  • કૉપી લિંક

સાઈબાબા સંસ્થાન ટ્રસ્ટી મંડળ નિમવા માટે હાઈ કોર્ટે રાજ્ય સરકારને બે અઠવાડિયાની મુદત આપ્યા બાદ હવે મહાવિકાસ આઘાડી સરકારે હિલચાલ શરૂ કરી છે. આગામી 22 જૂન સુધી ટ્રસ્ટી મંડળની નિમણુક સરકારે કરવી પડશે. આ ટ્રસ્ટી મંડળના અધ્યક્ષ કોણ હશે એ માટે કોંગ્રેસ અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ વચ્ચે રસ્સીખેંચ ચાલુ હોવાનું જોવા મળી રહ્યું છે. અધ્યક્ષ પદે બંને પક્ષ તરફથી દાવો કરવામાં આવી રહ્યો છે. નગર જિલ્લામાં રાષ્ટ્રવાદીના 6 વિધાનસભ્ય હોવાથી આ ટ્રસ્ટી મંડળના અધ્યક્ષ પદ પર રાષ્ટ્રવાદીએ દાવો કર્યો છે. મુંબઈના સિદ્ધિવિનાયક ટ્રસ્ટનું અધ્યક્ષ પદ શિવસેના પાસે જવાથી શિર્ડી માટે હવે કોંગ્રેસ અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ વચ્ચે રસ્સીખેંચ ચાલુ છે.

સાઈબાબા સંસ્થાન ટ્રસ્ટી મંડળમાં અધ્યક્ષ, ઉપાધ્યક્ષ અને 15 સભ્યો હોય છે. મહાવિકાસ આઘાડીના ત્રણેય પક્ષના મળીને દરેકના 5 સભ્ય નિમવામાં આવશે. 2004થી સાઈબાબા સંસ્થાન ટ્રસ્ટી મંડળની નિર્મિતી કરવામાં આવે છે. આ મંડળની મુદત ત્રણ વર્ષ છે. 2016માં ભાજપ સરકારે 17માંથી 11 સભ્યોની નિયુક્તી કરી હતી. જોકે નિયુક્તીની શરતો ન પાળવાથી અને કેટલાક સભ્યોએ સળંગ ત્રણ બેઠકોમાં ગેરહાજર રહ્યા હોવાથી તત્કાલીન ટ્રસ્ટને હાઈ કોર્ટે બરખાસ્ત કર્યું હતું. દરમિયાન નવા ટ્રસ્ટની નિમણુક માટે કોર્ટમાં જનહિત અરજી દાખલ કરવામાં આવી હતી.

એના પર હાઈ કોર્ટે ટ્રસ્ટી મંડળ નિયુક્ત થાય ત્યાં સુધી 4 સભ્યની સમિતિ બનાવી હતી. બે મહિનામાં સાઈબાબા સંસ્થાન ટ્રસ્ટી મંડળ નિયુક્ત કરવામાં આવશે એવી માહિતી રાજ્ય સરકારે હાઈ કોર્ટને માર્ચ મહિનામાં આપી હતી. એના પર હવે બે મહિના વીતી જવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. આખરે હાઈ કોર્ટે બે અઠવાડિયામાં ટ્રસ્ટી મંડળની નિમણુક કરો નહીં તો કોર્ટનું અવમાન કરવાની કાર્યવાહી કરવામાં આવશે એવો નિર્દેશ આપવામાં આવ્યા પછી સરકારે હિલચાલ શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...