સાયબર ક્રાઈમ:સોશિયલ મિડિયા પર બોગસ અકાઉન્ટ થકી સંસાર તોડવાનો પ્રયાસ

મુંબઈ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પીડિતાની બહેનને નામે અકાઉન્ટ થકી સાસરિયાંની બદનામી કરી

મલબાર હિલમાં એક યુવતીને નામે સોશિયલ મિડિયા પર બોગસ અકાઉન્ટ તૈયાર કરીને તેની બહેનના સંસારમાં ભંગાણ પાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ અકાઉન્ટ પરથી પીડિતાનાં સાસરિયાંઓની બદનામી કરવાનું શરૂ કરવામાં આવ્યું હતું, જેને લીધે પીડિતાના ઘરમાં ઝઘડા શરૂ થયા. આખરે પીડિતાએ બહેનને આ વાત કરતાં બોગસ અકાઉન્ટ પરથી બદનામી કરવામાં આવી રહી હોવાનું ધ્યાનમાં આવતાં મલબાર હિલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.

મલબાર હિલમાં આ બંને બહેનો રહે છે. છોડાં વર્ષ પૂર્વે એક બહેન (પીડિતા)નાં લગ્ન સુશિક્ષિત અને સધ્ધર કુટુંબમાં થયાં હતાં. પીડિતા પતિ અને સંતાન સાથે તાન્ઝાનિયામાં રહેવા માટે ચાલી ગઈ છે, જ્યારે પીડિતાનો દિયર, જેઠાણી, સાસુ, સસરા પણ તાન્ઝાનિયામાં જ વસવાટ કરે છે. જુલાઈ ૨૦૨૧માં મુંબઈ રહેતી બહેનને નામે ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પરથી પીડિતાની જેઠાણી વિશે અશ્લીલ અને વાંધાજનક પોસ્ટ લખવામાં આવી હતી.

આ પોસ્ટ પીડિતાનાં સાસરિયાં સુધી પહોંચતાં તેઓ બહુ જ રોષે ભરાયાં હતાં. તેમના સંબંધીઓમાં આ પોસ્ટ વાઈરલ થવાને લીધે બદનામીને કારણે પીડિતા અને સાસરિયાં વચ્ચે ઝઘડા શરૂ થયા. વાદવિવાદ વધતાં પીડિતાએ આ વિશે પોતાની બહેન પાસે જવાબ માગ્યો.

અન્ય સમાચારો પણ છે...