તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કામગીરી:TRP કૌભાંડ મુદ્દે 12 સપ્તાહમાં તપાસ પૂરી કરશું : રાજ્ય સરકાર

મુંબઈ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ધરપકડની કાર્યવાહીના 3 દિવસ અગાઉ નોટિસ આપવા કોર્ટનો આદેશ

ટીઆરપી કૌભાંડ પ્રકરણે 12 અઠવાડિયામાં તપાસ પૂરી કરશું એવી ખાતરી રાજ્ય સરકારે હાઈ કોર્ટમાં આપી છે. દરમિયાન આ સમયે હાઈ કોર્ટે રિપબ્લિક ચેનલના મુખ્ય તંત્રી અર્નબ ગોસ્વામીની ધરપકડ સંબંધે મહત્ત્વનો આદેશ આપ્યો હતો. કોર્ટે અર્નબ ગોસ્વામી અને ચેનલની માલિકી ધરાવતા એઆરજી આઉટલેયર મીડિયાની અરજી દાખલ કરી હતી. સુનાવણી દરમિયાન અત્યાર સુધી કાર્યાવાહીથી આપેલી રાહત કોર્ટ તરફથી રદ કરવામાં આવી હતી. ટીઆરપી કૌભાંડ પ્રકરણે મુંબઈ પોલીસે દાખલ કરેલી ચાર્જશીટને પડકારવા સહિત પોલીસની કાર્યવાહીથી સંરક્ષણ આપવું, પ્રકરણની તપાસ સીબીઆઈને સોંપવાની માગણી માટે ગોસ્વામી અને એઆરજી આઉટલેયર મીડિયા કંપનીએ અરજી કરી હતી. આ અરજી પર જજ એસ.એસ.શિંદે અને જજ મનીષ પિતળેની ખંડપીઠ સમક્ષ અત્યાર નિયમિત સુનાવણી ચાલુ છે. ગોસ્વામી અને કંપનીના કર્મચારીઓના માથા શંકાસ્પદ આરોપીની લટકતી તલવાર કેટલા દિવસ રાખશો? તપાસ આવી રીતે ચાલુ રાખી શકાય નહીં, જેવા મુદ્દાઓ પર કોર્ટે અરજી દાખલ કરી હતી. અર્નબ ગોસ્વામી અને એઆરજી આઉટલેયર કંપની સંબંધી ધરપકડની કાર્યવાહી કરવાના ત્રણ દિવસ અગાઉ નોટિસ આપવી એવો આદેશ કોર્ટે આપ્યો હતો. પ્રકરણની તપાસ કયાર સુધી પૂરી કરશો એ સ્પષ્ટ કરવાનું પોલીસને કોર્ટે જણાવ્યું હતું. રાજ્ય સરકાર તરફથી 12 અઠવાડિયામાં તપાસ પૂરી કરવામાં આવશે.

દાસગુપ્તા પ્રકરણે કોર્ટનો સવાલ
ટીઆરપી કૌભાંડ પ્રકરણે જામીન પર છૂટેલા બાર્કના ભૂતપૂર્વ મુખ્ય કાર્યકારી અધિકારી પાર્થો દાસગુપ્તા અને રિપબ્લિક ટીવીના ચીફ એડિટર અર્નબ ગોસ્વામી સારા મિત્રો છે. તેમની વચ્ચે વોટ્સએપ પર થયેલ સંવાદ મિત્રતાભર્યો હતો. તેમનો ટીઆરપી કૌભાંડ સાથે કોઈ સંબંધ નથી એવો દાવો ગોસ્વામી તરફથી હાઈ કોર્ટમાં કરવામાં આવ્યો હતો. મુંબઈ પોલીસે આ પ્રકરણે દાખલ કરેલ ચાર્જશીટમાં મહત્ત્વનો પુરાવો શું છે? એવો સવાલ કોર્ટે સુનાવણીમાં કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો