તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિર્ણય:નદી, નાળાઓમાં તરતો કચરો કાઢવા માટે 50 કરોડના ખર્ચે ટ્રેશ બૂમ તરાપા

મુંબઈ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મુંબઈ શહેર અને ઉપનગર વિસ્તારોમાં મોટાં નાળાં, નાનાં નાળાં અને મીઠી નદીની કુલ લંબાઈ આશરે 689 કિલોમીટર છે

મહાપાલિકાએ નદીઓ, મોટા નાળાઓમાં તરતો કચરો હટાવીને પાણીનો નિકાલ ઝડપથી થાય તે માટે પહેલી જ વાર ટ્રેશ બૂમ સહિત તરાપાઓનો ઉપયોગ કરવાનો નિર્ણય લીધો છે. આ કામ માટે મહાપાલિકા ઠેકેદારને 3 વર્ષના કામ માટે રૂ. 47 કરોડ આપશે.

હકીકતમાં મહાપાલિકા આખા મુંબઈની નાળાસફાઈનાં કામો પર લગભગ રૂ. 100 કરોડ ખર્ચ કરે છે. આટલી નાળાસફાઈનાં કામો કરવા છતાં અંતે પહેલી જ વરસાદમાં પોલખોલ થાય છે. ટૂંકમાં તે ખર્ચ નાળાના ગાર, કચરો સહિત વહીને સમુદ્રમાં જઈને વેડફાય છે. આવા સંજોગોમાં મુંબઈના ગણતરીના નાળા, ચાર નદીઓમાંથી તરતો કચરો કાઢવા માટે રૂ. 47 કરોડ ખર્ચ કરશે. એટલે કે, નાળાસફાઈનાં કામોમાંથી લગભગ 50 ટકા રકમ આ ટ્રેશ બૂમ તરાપા પ્રણાલી પર ખર્ચ કરવામાં આવશે. આ સંબંધનો પ્રસ્તાવ સ્થાયી સમિતિની આગામી બેઠકમાં મંજૂરી માટે આવવાનો છે.

નદી, નાળાની લંબાઈ 689 કિમી : મુંબઈ મહાપાલિકાના પર્જન્ય જળવાહિનીઓના વિભાગે આપેલી માહિતી અનુસાર મુંબઈ શહેર અને ઉપનગર વિસ્તારોમાં મોટાં નાળાં, નાનાં નાળાં અને મીઠી નદીની કુલ લંબાઈ આશરે 689 કિલોમીટર છે. તેમાંથી મોટાં નાળાંની લંબાઈ આશરે 248 કિલોમીટર જેટલી છે, જ્યારે નાનાં નાળાંની લંબાઈ આશરે 421 કિલોમીટર છે. ઉપરાંત બાકી 20 કિલોમીટર જેટલી લંબાઈ મીઠી નદીની છે.નદી, નાળામાંથી કેટલો કચરો નીકળે છે : આખા વર્ષમાં મુખ્ય નાળાંઓમાંથી ત્રણ તબક્કામાં આશરે 4.13 મેટ્રિક ટન ગાર નીકળે છે. મહાપાલિકાએ ઠેકેદારો થકી આ વખતના ચોમાસા પૂર્વેનાં કામો અંતર્ગત 3,11,381 મેટ્રિક ટન ગાર કાઢવાનું લક્ષ્ય રાખ્યું હતું, જ્યારે વાસ્તવમાં 31 મે સુધી કુલ 3,24,284 મેટ્રિક ટન ગાર ચોમાસા પૂર્વે કાઢ્યો હોવાનો દાવો કર્યો હતો. આમ છતાં ચોમાસુ બેસતાં જ ઠેર ઠેર જળબંબાકાર થઈ ગયો હતો.

તરતો કચરો સમુદ્રનું પાણી દૂષિત કરે છે
મુંબઈમાં નદીઓ અને નાળાંઓમાંનો કચરો, ગાર, તરતો કચરો વહીને ઘણી વાર સમુદ્રમાં જાય છે. આથી સમુદ્રનાં પાણી દૂષિત થાયછે. આ કચરાને રોકવા માટે હરિત લવાદ, મહારાષ્ટ્ર પ્રદૂષણ નિયંત્રણ મંડળ અને કોર્ટે પણ મહાપાલિકાની જરૂરી ઉપાયયોજના કરવાના આદેશ આપ્યા હતા

કચરો રોકવા માટે કયા નાળા સાફ કરાશે
આથી સમુદ્રમાં વહી જતો તરતો કચરો રોકવા માટે ટ્રેશ બૂમ તરાપા પ્રણાલીનો ઉપયોગ કરીને મીઠી, ઓશિવરા, પોઈસર, દહિસર, વાકોલા નદી, ગજધરબંદ, મોગરા વગેરે મોટાં નાળાંમાંથી તરતો કચરો બહાર કાઢીને તેનો નિકાલ લાવવા માટે ઠેકેદારને રૂ. 47 કરોડનો ઠેકો ત્રણ વર્ષ માટે આપવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...