તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:પરિવહન પોલીસની ફેન્સી નંબર પ્લેટવાળા વાહનો પર કાર્યવાહી

મુંબઈ4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • છેલ્લા બે દિવસથી ઉપનગરોમાં પણ કડક તપાસ શરૂ

ગેરકાયદે વાહનો ઊભા કરવા વિરુદ્ધ જોરદાર ઝુંબેશ પછી હવે પરિવહન પોલીસ ફેન્સી નંબર પ્લેટવાળા વાહનો પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. છેલ્લા બે દિવસથી શહેર, ઉપનગરોમાં વાહનોની નંબર પ્લેટની તપાસણી ચાલુ કરી છે અને નિયમનો ભંગ કરનારને દંડ કરવામાં આવે છે.

મોટર વાહન નિયમમાં વાહનની નંબર પ્લેટ કેવી હોવી જોઈએ એ નિશ્ચિત કરવામાં આવ્યું છે. મૂળાક્ષરો વગેરેના આકારની એમાં નોંધ છે. તેથી આકાર કે લખાણમાં થોડો ફેરફાર જણાય તો સંબંધિત વાહન દંડને પાત્ર બને છે. આવી નંબર પ્લેટવાળા વાહનો કાર્યવાહીને પાત્ર બને છે. આવા વાહનચાલકો પાસેથી રૂ. 1000 દંડ વસૂલ કરવામાં આવી રહ્યો છે. શહેરના મહત્ત્વના ચોકમાં, મહત્ત્વના રોડ પર લગાડવામાં આવેલા સીસી ટીવી કેમેરાના આધારે પરિવહનના નિયમો તોડતા ચાલકોને ચલાન મોકલવામાં આવે છે. તેમ જ ફરજ પરના અધિકારી, પોલીસે પાડેલા ફોટાઓના આધારે પણ ચલાન બજાવવામાં આવે છે. આ બંને કામમાં વાહન પરની નંબર પ્લેટ સ્પષ્ટપણે વંચાય તો ચલાન મોકલી શકાય છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો