નવો ખુલાસો:માટુંગામાં ટ્રેન ડિરેલમેન્ટ સિગ્નલ તોડવાથી સર્જાઈ

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રેડ સિગ્નલ આપેલું હોવા છતાં ગદગ એક્સપ્રેસ આગળ નીકળી ગઈ

માટુંગા રેલવે સ્ટેશન નજીક શુક્રવારે રાત્રે દાદરથી નીકળેલી પુદુચ્ચેરી એક્સપ્રેસને સીએસએમટીથી નીકળેલી ગદગ એક્સપ્રેસે ટક્કર મારતાં દુર્ઘટના સર્જાઈ હતી. તેમાં પુદુચ્ચેરી એક્સપ્રેસના ત્રણ ડબ્બા પાટા પરથી ખડી પડ્યા હતા. આ દુર્ઘટના સિગ્નલ તોડવાથી સર્જાઈ હોવાની પ્રાથમિક માહિતી બહાર આવી છે.

મધ્ય રેલવેએ આ દુર્ઘટના બાબતે એક નોટિસ કાઢી હોઈ 15 એપ્રિલે ટ્રેન નં. 11139નો લોકોપાઈટ અને તેના સહયોગી સામે રેલવે ટ્રેક પર સિગ્નલ રેડ દર્શાવવા છતાં તે ઓળખવામાં તેઓ અસમર્થ નીવડ્યા હોવાનું નોટિસમાં જણાવાયું છે.

ગદગ એક્સપ્રેસના લોકોપાઈલટ અને તેના સહયોગીએ રેડ સિગ્નલ હોવા છતાં તે નહીં જોતાં ટ્રેન આગળ લઈ ગયા હતા અને દુર્ઘટના સર્જાઈ હતી, એવું પ્રથમદર્શી રીતે જોવા મળ્યું છે. દાદર સ્ટેશનથી બહાર નીકળતાં જ પુદુચ્ચેરી એક્સપ્રેસને સીએસએમટીથી આવેલી ગદગ એક્સપ્રેસ ટકાઈ હતી. આથી પુદુચ્ચેરી એક્સપ્રેસની પાછળના એસ-1, એસ-2 અને એસ-3 એમ ત્રણ ડબ્બા પાટા પરથી ખડી પડ્યા હતા. આ ટક્કર પછી મોટો અવાજ થયો હતો. દુર્ઘટનામાં એસ-3 ડબ્બાને મોટું નુકસાન થયું છે.

આ ડબ્બો એક બાજુમાં થાંભલા પર પડ્યો હતો. સદનસીબે કોઈ જાનહાનિ થઈ નહોતી. દરમિયાન પાટા પરથી ખડી પડેલા ડબ્બા અથડાવાને લીધે ઓવરહેડ વાયર તૂટી પડી હતી અને તેને કારણે તણખલા ઊડીને મોટો અવાજ પણ થયો હતો. આથી પ્રવાસીએ ડરના માર્યા ટ્રેનમાંથી નીચે ભૂસકો પણ માર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...