તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સર્વેક્ષણ:ટ્રાફિક જામ, ભરાયેલાં પાણી, ખાડાઃ મુંબઈ સૌથી તણાવગ્રસ્ત

મુંબઇ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ડ્રાઈવરોએ સ્ટીયરિંગ વ્હીલ પર હોય ત્યારે તણાવમાં હોવાનું કબૂલ્યું

મુંબઈ એટલે ક્યારેય નહીં સૂતું શહેર અને અહીંના રસ્તાઓ રાહદારીઓ અને વાહનોથી સતત ધમધમતા રહે છે એવી ઓળખ છે ત્યારે મુંબઈ ટ્રાફિકની દષ્ટિએ સૌથી તણાવગ્રસ્ત શહેર હોવાનું એક સર્વેક્ષણમાં બહાર આવ્યું છે. પેરિસ, જકાર્તા અને દિલ્હી શહેર સાથે સૌથી તણાવગ્રસ્ત શહેર તરીકે મુંબઈનો સૌપ્રથમ ક્રમ આવે છે. રોડ સેફ્ટી ચેરિટી બ્રેક, ઓઆરજી આંતરરાષ્ટ્રીય સંસ્થા દ્વારા હાલમાં કરાયેલા સંશોધનમાં આ માહિતી બહાર આવી છે.

આ સર્વેક્ષણ અનુસાર મોટા ભાગના ડ્રાઈવરો સ્ટીયરિંગ વ્હીલ પર હોય ત્યારે પોતે તણાવમાં હોય અથવા પોતાને ગુસ્સો આવે છે એવી કબૂલી આપી હતી. ટ્રાફિકની દષ્ટિએ દુનિયાનાં મુખ્ય શહેરોનું મૂલ્યમાપન કરવામાં આવ્યું. તેમાં મુંબઈને 7.4 ગુણ મળ્યા હતા. મુંબઈમાં દરેક ચોરસકિલોમીટરમાં 1,00,000થી વધુ લોકો અને 510 કાર પ્રતિ કિલોમીટર હોવાનું આ સર્વેક્ષણમાં બહાર આવ્યું છે.

મુંબઈમાં સાર્વજનિક ટ્રાફિકની આઠ પ્રકારની સુવિધા છે. જોકે ગીચ વસતિને લીધે મુંબઈના રસ્તાઓ પર ગિરદી અને દુર્ઘટનાઓનો સામનો કરવો પડે છે. આથી મુંબઈ દેશનું મુખ્ય શહેર હોઈ અહીં પ્રવાસ બહુ ઝંઝટમય છે. તણાવગ્રસ્ત શહેરમાં મુંબઈ 7.4 ગુણ સાથે પ્રથમ છે. આ પછી પેરિસ, ફ્રાન્સ 6.4, ઈન્ડોનેશિયા 6.0, દિલ્હી 5.9, ન્યૂ યોર્ક 5.6 ગુણ ધરાવે છે.

મુંબઈમાં સ્પીડ લિમિટમાં સુધારો
મુંબઈમાં વાહનોની સંખ્યા દિવસે દિવસે વધી રહી છે. આ સાથે દુર્ઘટનાઓ વધી રહી છે. આથી મુંબઈ ટ્રાફિક પોલીસે તેના નિયંત્રણ માટે સ્પીડ લિમિટમાં મહત્ત્વપૂર્ણ ફેરફાર કર્યા છે. તે મુજબ નેતાજી સુભાષચંદ્ર માર્ગ પર હવે પ્રતિકલાક 65 કિમી, બાંદરા વરલી સીલિંક પર 80 કિમી, વેસ્ટર્ન હાઈવે પર 70 કિમી, ઈસ્ટર્ન હાઈવે પર 70 કિમી, સાયન પનવેલ હાઈવે 70 કિમી, સાંતાક્રુઝ ચેમ્બુર લિંક રોડ 70, જેજે ફલાયઓવર 60, ઈસ્ટર્ન ફ્રીવે 80, લાલબાગ ફ્લાયઓવર 70, જગન્નાથ શંકરસેઠ ફ્લાયઓવર દાદર 70, નાનાલાલ ફ્લાયઓવર માટુંગા 70 કિમીનો સમાવેશ થાય છે.

અન્ય સમાચારો પણ છે...