ભાસ્કર વિશેષ:ગોરેગાવ- મુલુંડ લિંક રોડ પર ટ્રાફિકજામથી છુટકારો થશે

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મહાપાલિકા દ્વારા 819 કરોડના ખર્ચે ત્રણ ફ્લાયઓવર બ્રિજનું નિર્માણ કરવામાં આવશે

મુંબઈ મહાપાલિકાનો મહત્ત્વાકાંક્ષી પ્રકલ્પ ગોરેગાવ મુલુંડ લિંક રોડ પર ત્રણ ફ્લાયઓવર બાંધવામાં આવશે. આ પ્રકલ્પને લીધે પશ્ચિમી ઉપનગરમાં ગોરેગાવ ખાતે વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે અને પૂર્વ ઉપનગરમાં મુલુંડ ખાતે ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે નજીકના માર્ગ જોડાઈ જશે. આ કામને લીધે પૂર્વ- પશ્ચિમ ઉપનગરોને જોડતો ચોથો વિકલ્પ ઉપલબ્ધ થવાનો હોઈ ટ્રાફિકજામથી છુટકારો થશે. આ પુલ માટે પ્રત્યેકી છ માર્ગ હશે. આ કામ માટે રૂ. 819 કરોડ 74 લાખ 87 હજાર ખર્ચ કરાશે.

પૂર્વ અને પશ્ચિમ ઉપનગરોને જોડતા ગોરેગાવ- મુલુંડ લિંક રોડ પ્રકલ્પની લંબાઈ 12.2 કિમી છે. તેમાં સંજય ગાંધી રાષ્ટ્રીય ઉદ્યાન વિસ્તારમાંથી જનારા પ્રસ્તાવિત ભૂમિગત બોગદાની લંબાઈ 4.7 કિમી હશે. ગોરેગાવ ફિલ્મસિટીમાં પ્રસ્તાવિત બોગદા સહિત ભૂમાર્ગની લંબાઈ 1.6 કિમી રહેશે. આ પ્રકલ્પ ચાર પ્રકલ્પમાં કરવામાં આવશે. તેમાં નાહુર રેલવે સ્ટેશન નજીક ફ્લાયઓવરનું બાંધકામ પ્રથમ તબક્કામાં કરવામાં આવશે. નાહુર ફ્લાયઓવર મહાપાલિકાની હદમાં પહોળો કરવાનું કામ પુલ વિભાગ તરફથી હાથમાં લેવામાં આવ્યું હોઈ તે પ્રગતિને પંથે છે, જ્યારે રેલવેની હદમાં કામ રેલવે પ્રશાસન તરફથી કરવામાં આવશે.

આ કામ પણ પ્રગતિને પંથે છે, એમ પ્રશાસને જણાવ્યું છે.પ્રકલ્પના પહેલો તબક્કામાં લિંક રોડને પહોળો કરવા અને બાંધકામમાં સુધારણા કરવામાં આવશે. ડેવલપમેન્ટ પ્લાન અનુસાર 45.70 મીટર પહોળો કરવાનું કામ 2018થી ચાલી રહ્યું હોઈ તે માર્ચ 2022 સુધી પૂરું કરવામાં આવશે. ત્રીજા તબક્કામાં ચોકની સુધારણા કરાશે.

તેમાં વેસ્ટર્ન હાઈવેના ચોકમાં ફોર લેન ભૂમાર્ગ અને ગોરેગાવના રત્નાગિરિ હોટેલ ચોક, દિંડોશી કોર્ટથી ફિલ્મસિટી સુધી છ લેન ફ્લાયઓવર ઊભો કરાશે, જેની ઊંચાઈ 1265 મીટર રહેશે.મુલુંડ ખિંડીપાડા ખાતે ચક્રીય માર્ગ, ડો. હેડગેવાર ચોક, મુલુંડ ખાતે છ લેન ફ્લાયઓવર, ઈસ્ટર્ન હાઈવેના ચોકમાં છ લેન ફ્લાયઓવર બાંધવામાં આવશે. ચોથા તબક્કામાં દ્વિતીય સ્તરે ફ્લાયઓવર અને હાઈવેને છેદતો આ ભૂમાર્ગનું બાંધકામ કરવાનું પ્રસ્તાવિત છે. આ કામ માટે ટેન્ડર મગાવવામાં આવ્યાં છે. મેસર્સ ટીપીએફ એન્જિનિયરિંગની રચનાત્મક પ્લાન સાથે બાંધકામ કરવા માટે નિયુક્તિ કરવામાં આવી છે. સ્થાયી સમિતિની મંજૂરી માટે આ પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો છે.

પ્રસ્તાવિત ફ્લાયઓવર આવો રહેશે
રત્નાગિરિ હોટેલ ચોકથી ફિલ્મસિટી છ લેન ફ્લાયઓવર લંબાઈ 1265 મીટર. ફ્લાયઓવર માટે બોક્સ ગર્ડર અને ઉચ્ચ સ્તરીય કોન્ક્રીટનો ઉપયોગ કરાશે. રસ્તો ઓળંગવા માટે પાદચારી પુલ, એસ્કલેટર સુવિધા રહેશે. મુલંડ ખિંડપાડા એલીવેટેડ માર્ગ કામમાં સ્વયંચાલિત એસ્કેલેટર પ્રસ્તાવિત છે. ચક્રીય માર્ગ અને તાનસા જળવાહિનીમાં રસ્તાનું બાંધકામ અને સુધારણા કરવામાં આવશે. ડો. હેડગેવાર ચોક છ લેન ફ્લાયઓવરની લંબાઈ 1890 મીટર રહેશે. અહીં 60 મીટર પુલની કમાન હોઈ મુંબઈ મેટ્રો-4ની નીચે આ ફ્લાયઓવર પ્રસ્તાવિત છે.

અન્ય સમાચારો પણ છે...