તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આયોજન:હવે વેપારીઓ દુકાનો બંધ રાખવા અંગે જનપ્રતિનિધિઓ સામે વિરોધ નોંધાવશે

મુંબઈ5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મુંબઈમા ફેડરેશન ઓફ રિટેઈલ ટ્રેડર્સ વેલફેર એસોસિયેશનની મિટિંગો યોજાઈ
  • મુંબઈ સહિત રાજ્યમાં દુકાનો બંધ હોવાથી વેપારીઓને રોજ રૂ. 10,000નું નુકસાન, રાજ્યમાં 13 લાખ દુકાનો છે

મુંબઈ સહિત રાજ્યભરમાં સરકાર દ્વારા લાદવામાં આવેલાં નિયંત્રણોમાં દુકાનો બંધ રાખવાના આદેશની વિરુદ્ધ વેપારીઓએ શાંતિપૂર્ણ વિરોધ કરવા માટે યોજના ઘડી કાઢી છે. દુકાનો બંધ રાખવાને લીધે વેપારીઓને રોજનું રૂ. 10,000નું નુકસાન થઈ રહ્યું છે. રાજ્યમાં 13 લાખ અને મુંબઈમાં 3.50 લાખ દુકાનો છે, જે હિસાબે કેટલું નુકસાન થાય છે તેની કલ્પના પણ ભયાવહ છે.મુંબઈના અલગ અલગ વિસ્તારોમાં ફેડરેશન ઓફ રિટેઈલ ટ્રેડર્સ વેલફેર એસોસિયેશનની ઝૂમ મિટિંગો યોજાઈ હતી અને મહારાષ્ટ્રના આગેવાનો સાથે કોન્ફરન્સ કોલ થકી મિટિંગ યોજાઈ હતી, જેમાં કેટલાક મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવાયા છે, જેનો તુરંત અમલ કરવાનું નક્કી કરાયું છે.

આ મુજબ વિસ્તાર અનુસાર સર્વ પ્રકારની દુકાનોને મજબૂત કરવા માટે એસોસિયેશન સાથે જોડવામાં આવશે. વિસ્તાર અનુસાર વેપારી પ્રતિનિધિઓ જે તે વિધાનસભ્ય, સાંસદ અને નગરસેવકોને મળીને કોઈ પણ સબસિડી આપ્યા વિના દુકાનો બંધ કરવાનો વિરોધ કરતું આવેદન આપશે, એમ એસોસિયેશનના પ્રમુખ વિરેન શાહે જણાવ્યું હતું.દરેક દુકાનોને તેમના શટર પર એસોસિયેશનના લોગો સાથે કપડાનું અથવા ફ્લેક્સ બેનર મૂકશે. દરેક ત્રણ દિવસે અલગ અલગ વિચારો સાથે મેસેજ દ્વારા પ્રશાસન પર દબાણ લાવવામાં આવશે.

દરેક દુકાનો તેમના પરિવારના યુવાનોની મદદથી તેમના વિસ્તારમાં માલસામાનની હોમ ડિલિવરી કરશે, જેથી ઓનલાઈન ખેલાડીઓને લાભ નહીં મળે. કોરોનાની સ્થિતિ જોઈને થોડા દિવસમાં રાજ્યના આગેવાનોને વેપારીઓ મળશે. આ વિરોધ કાયદો હાથમાં લીધા વિના શાંતિપૂર્ણ રીતે કરવામાં આવશે.45થી વધુ ઉંમરના દરેક કર્મચારી અને પરિવારના સભ્યોનું રસીકરણ કરાવવામાં આવશે. અલગ અલગ વિસ્તારમાં દરરોજ અથવા વૈકલ્પિક દિવસે ઝૂમ મિટિંગો યોજાશે, એમ જણાવતાં શાહે કટાક્ષમાં ઉમેર્યું કે અમારી માગણીના અવગણના કરીને સરકારે અમને એકત્ર લાવી દીધા તે બદલ આભારી છીએ.

રિટેઈલ દુકાનો ચાલુ રાખો
દરમિયાન મુંબઈ સબર્બન શોપકીપર્સ વેલફેર એસોસિયેશનના સેક્રેટરી ચંદ્રકાંત રામજી ગાલાએ જણાવ્યું હતું કે દસ મહિના રિટેઈલ દુકાનો બંધ રહી છતાં દુકાનદારોએ ભાડાં, માણસોના પગાર ખિસ્સામાંથી ચૂકવી ફરજ પૂરી કરી. માંડ બે મહિનાથી ધંધો સુધર્યો ત્યાં ફરી દુકાનો બંધ રાખવાનું ફરમાન નીકળ્યું છે. શું કોવિડ ફક્ત રિટેઈલ દુકાનોમાંથી આવે છે. સરકારે ઓરમાયું વર્તન નહીં કરવું જોઈએ. મુંબઈના પાલક મંત્રી અસલમ શેખને આ અંગે રજૂઆત કરાઈ છે. મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરે અને મહાપાલિકા કમિશનર ઈકબાલ સિંહ ચહલને પત્ર લખીને અમારી મુશ્કેલીઓની જાણ કરી છે.

હોસ્પિટાલિટી ઉદ્યોગને માઠી અસર
હોટેલ એસોસિયેશન ઓફ ઈન્ડિયાના વીપી કે બી કચરૂએ જણાવ્યું હતું કે નવાં નિયંત્રણોને લીધે રાજ્યમા પ્રવાસ પર નિયંત્રણો આવશે, જેને લીધે આ ઉદ્યોગ પર અસર થવા સાથે હોસ્પિટાલિટી ઉદ્યોગ પર પણ માઠી અસર થશે. હોટેલો દ્વારા મહેમાનો અને કર્મચારીઓની સુરક્ષા માટે નિયમોનું સખતાઈથી પાલન કરવામાં આવી રહ્યું છે. નવા નિયમો મહત્ત્વપૂર્ણ છે ત્યારે જાહેર જનતાએ વધુ સાવચેત થવાની અને સર્વ જરૂરી તકેદારીઓ રાખવાની જરૂર છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

    વધુ વાંચો