તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અપીલ:વસઈમાં ઝવેરીની હત્યા બાદ CCTV કેમેરા લગાવવા વેપારીઓને તાકીદ

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોલીસના ત્રાસના કારણે વેપારીઓ કેમેરા લગાડતા નથી

વસઈ શહેરની સુરક્ષા માટે સીસી ટીવી કેમેરાઓની જરૂર હોવાથી પોલીસે એક કેમેરો શહેર માટે ઝુંબેશ શરૂ કરી હતી અને નાગરિકોને કેમેરા લગાડવાની હાકલ કરી હતી. જોકે પોલીસના ત્રાસના કારણે જ વેપારીઓ કેમેરા લગાડવામાં સહયોગ આપતા ન હોવાનું જણાયું છે. પોલીસ અને વેપારીઓની થયેલી બેઠકમાં પોલીસ ઉપાયુક્તે શહેર માટે સીસી ટીવી કેમેરા રસ્તાની દિશામાં લગાડવાનો સખત નિર્દેશ આપ્યો હતો.

સીસી ટીવી કેમેરાથી ગુનેગારી પર લગામ તાણી શકાય છે. ઉપરાંત ગુનો બન્યા પછી આરોપીઓને પકડવા માટે પોલીસને મદદ થાય છે. શહેરમાં સર્વત્ર સીસી ટીવી કેમેરાનું જાળુ બીછાવવાનો પોલીસનો પ્રયત્ન છે. એના માટે એક કેમેરો શહેર માટે ઉપક્રમ શરૂ કરવામાં આવ્યો હતો. એટલે કે દુકાનમાં એક કેમેરો લગાડે તો બીજો કેમેરો રસ્તાની દિશામાં લગાડવાનો એવી આ સંકલ્પના છે. +

જોકે અનેક ઠેકાણે વેપારીઓ આ યોજના માટે સહયોગ આપતા ન હોવાનું પોલીસે જણાવ્યું હતું. એનાથી ઉંધુ કેમેરા રસ્તાની દિશામાં લગાડે તો દરરોજ પોલીસ વિવિધ કારણોસર કેમેરાનું રેકોર્ડિંગ માગે છે એવી ફરિયાદો વેપારીઓએ કરી છે. શનિવારે નાલાસોપારા પશ્ચિમ સ્થિત સાક્ષી જ્વેલર્સ પર દરોડો પાડીને માલિકની હત્યા કરવામાં આવી હતી. આ દુકાનમાં સીસી ટીવી કેમેરા હતા પણ દુકાનની બહાર કેમેરો નહોતો. એ પછી જ્વેલર્સ એસોસિએશનની બેઠક આયોજિત કરવામાં આવી હતી. એમાં પોલીસ ઉપાયુક્ત ડો. મહેશ પાટીલે (ગુના) વેપારીઓને આ ઘટનામાંથી પાઠ ભણીને દુકાનની બહાર રસ્તાની દિશઆમાં કેમેરો લગાડવાની તાકીદ કરી હતી.

શહેરમાં 1000થી વધુ કેમેરા
એક કેમેરો શહેર માટે ઝુંબેશ અંતર્ગત મુખ્ય ચોકમાં, નાકાઓ પર અત્યાર સુધી 1392 સીસી ટીવી કેમેરાઓ લગાડવામાં આવ્યા છે. વસઈ તાલુકાની અત્યારની લોકસંખ્યા જોતા કેમેરાઓની સંખ્યા થોડી ઓછી છે. તેથી એક કંપનીએ આગળ આવીને પોલીસના સહયોગ માટે વધુ 394 સીસી ટીવી કેમેરાઓ બે અને ત્રણ ઝોનમાં લગાડવાનો નિર્ણય લીધો છે.

વસઈ-વિરાર મહાપાલિકા હદના દરેક પોલીસ સ્ટેશન પરિસરમાં પરિમંડળ 2માં 840 અને પરિમંડળ 3માં 552 સ્થાયી (ફિક્સ) ચારે દિશામાં ફરતા, કુલ 1392 કેમેરા લગાડવામાં આવ્યા છે. આ તમામ સીસી ટીવી કેમેરા પૂર્ણ ક્ષમતાથી કાર્યરત છે. મુખ્ય નાકાઓ પર લગાડવામાં આવેલા સીસી ટીવીમાં નિયંત્રણ નજીકના આસ્થાપનાઓમાં હોવાથી તમામ કેમેરાઓની નોંધ સ્થાનિક પોલીસમાં છે. કેટલાક કેમેરાઓના નિયંત્રણ સ્થાનિક પોલીસ સ્ટેશન, ચોકીઓમાં છે એવી માહિતી પોલીસે આપી હતી.

નવા 5 પોલીસ સ્ટેશન
પોલીસ આયુક્તાલયમાં હવે નવેસરથી 5 પોલીસ સ્ટેશનની નિર્મિતી થશે. એ જોતા હવે શહેરના દરેક ચોકમાં, ગલ્લીમાં અને રસ્તા પર સીસી ટીવી કેમેરાઓનું જાળુ ઊભું કરવામાં આવશે. શહેરમાં વધુ 394 કેમેરા એક મોબાઈલ કંપની લગાડશે.

અન્ય સમાચારો પણ છે...