તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આંદોલન:ઈ-કોમર્સ કંપનીઓ વિરુદ્ધ લડત ચલાવવા માટે વેપારીઓ સંગઠિત, 9 સપ્ટેમ્બરે નવી દિલ્હીમાં મહત્ત્વપૂર્ણ બેઠક

મુંબઈ16 દિવસ પહેલા
  • કૉપી લિંક

ભારતમાં વિદેશી ભંડોળ સાથે ચાલતી ઈ-કોમર્સ કંપનીઓના કથિત ગેરવ્યવહાર સામે દેશભરના વેપારીઓ સંગઠિત થઈ રહ્યા છે. વેપારીઓનું સર્વોચ્ચ સંગઠન કોન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (કેઈટ)ના નેજા હેઠળ 15 સપ્ટેમ્બરથી આક્રમક રાષ્ટ્રવ્યાપી આંદોલન શરૂ કરીને મુખ્ય વૈશ્વિક ઈ-કોમર્સ સામે લડી લેવા માટે વેપારીઓ એકત્ર આવ્યા છે.આ માટે 9 સપ્ટેમ્બરે નવી દિલ્હીમાં દેશનાં સર્વ રાજ્યના વેપારી આગેવાનોની એક દિવસીય રાષ્ટ્રીય પરિષદનું આયોજન કરવામાં આવ્યું છે.

જેમાં ઈ-કોમર્સની વર્તમાન સ્થિતિનો કયાસ મેળવવામાં આવશે અને ઝુંબેશની ભાવિ વ્યૂહરચનાઓ ઘડી કાઢવામાં આવશે, એમ કેઈટના સિનિયર વાઈસ પ્રેસિડેન્ટ કીર્તિભાઈ રાણાએ જણાવ્યું હતું.દેશમાં ઘણા બધા સ્થાપિત કાયદા, નીતિઓ, નિયમો અને મજબૂત વહીવટી તંત્ર હોવા છતાં સંબંધિત નિયમો અને કાયદાઓને ઘોળીને પી જતી મોટી ઈ-કોમર્સ કંપનીઓ સામે કોઈ નક્કર પગલાં લેવાતાં નથી તે આશ્ચર્યની વાત છે.

સુપ્રીમ કોર્ટ સહિત વિવિધ કોર્ટોએ જૂજ વૈશ્વિક કંપનીઓના વેપાર મોડ્યુલ સામે અમુક મજબૂત ટિપ્પણીઓ કરી હોવા છતાં નિયમોનું ઉલ્લંઘન કરવા માટે કોઈ પગલાં લેવાતાં નથી, જ્યારે ભારતન સાધારણ વેપારીઓ નિયમભંગ કરતાં પકડાય તો વહીવટી તંત્ર તેમની સામે પગલાં લેવા માટે એક પળનો પણ વિચાર કરતું નથી, એમ તેમણે જણાવ્યું હતું.આ કંપનીઓ છટકબારીઓને સારી રીતે જાણે છે અને તેઓ કાયદાને ચાતરવા માટે નિષ્ણાત તરીકે ઊભરી આવી છે. સંબંધિત એજન્સીઓ દ્વારા આ કંપનીઓ સામે તુરંત પગલાં કેમ લેવાતાં નથી અને તેમને સમય અને લાભ કેમ આપવામાં આવે છે.

આથી દેશભરમાં હલ્લાબોલના સ્વરૂપમાં આખરી આંદોલનકારી ઝુંબેશ શરૂ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. દેશભરના વેપારીઓ વૈશ્વિક ઈ-કોમર્સ કંપનીઓ સામે લડી લેવા માટે તૈયાર છે, એમ તેમણે જણાવ્યું હતું.અમે કેન્દ્રીય ગ્રાહક બાબતોના મંત્રી પીયુષ ગોયલ દ્વારા કન્ઝ્યુમર એક્ટ હેઠળ ઈ-કોમર્સના નિયમો ઘડવામાં આવ્યા તેને ખુલ્લેઆમ ટેકો આપીએ છીએ અને હલ્લાબોલ ઝુંબેશ વધુ સમય વેડફ્યા વિના આ નિયમોનો તુરંત અમલ કરવા માટે મજબૂત અવાજ ઊભો કરશે, એમ કેઈના રાષ્ટ્રીય પ્રમુખ બી સી ભારતિયા અને મહામંત્રી પ્રવીણ ખંડેલવાલે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...