તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સરકાર દ્વારા વીકએન્ડ લોકડાઉન પછી મંગળવારથી નવા નિયમો લાગુ કર્યા તેને લઈ ઠેર ઠેર વેપારીઓમાં આક્રોશ ફાટી નીકળ્યો છે. કોરોનાની પહેલી લહેર પછી માંડ વેપારધંધા શરૂ થયા ત્યાં બીજી લહેરને લઈને રાજ્ય સરકાર દ્વારા વીકએન્ડ લોકડાઉન પછી નવા નિયમો લાગુ કરતાં રિટેઈલરો, નાના દુકાનદારો, નાની હોટેલો, સલૂમવાળાઓની હાલત કફોડી બની છે.આ અંગે વિરોધી પક્ષ નેતા દેવેન્દ્ર ફડણવીસે મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરેને પત્ર લખીને લોકોમાં અસ્વસ્થતા ફેલાઈ હોય તેમને દિલાસો આપવા તુરંત નવો સુધારાત્મક આદેશ જારી કરવા માટે સલાહ આપવામાં આવી છે.
મંગળવારથી નવા નિયમ લાગુ થતાં મુંબઈ, થાણે, નાગપુર, પુણેમાં અમુક વિસ્તારમાં વેપારીઓ રસ્તા પર ઊતરી આવ્યા હતા.રાજ્યના કોરોનાનું પ્રમાણ વધી રહ્યું હોવાથી કઠોર નિયમો લાદવા પડશે એમ મને ફોન દ્વારા જણાવવામાં આવ્યું હતું. બે દિવસનો વીકએન્ડ લોકડાઉન હોવાથી અમે સંમતિ આપી હતી. જોકે હવે અન્ય પાંચ દિવસ પણ લોકડાઉન જેવાં જ નિયંત્રણો લાદવામાં આવ્યાં હોવાથી લોકોમાં અસ્વસ્થતા ફેલાઈ છે. આથી અમુક ઠેકાણે લોકો રસ્તા પર આવીને વિરોધ કરી રહ્યા છે, એમ ફડણવીસે પત્રમાં જણાવ્યું છે.
નાનાં ઘટકો સાથે ચર્ચા કરો
સર્વ નાનાં નાનાં ઘટકો સાથે ફરીથી ચર્ચા કરીને તેમને દિલાસો આપવો જોઈએ. બધાને વિશ્વાસમાં લઈને, ગરીબોનું જીવન અને અર્થકારણ બંને પ્રભાવિત નહીં થાય તે રીતે નવેસરથી નિયંત્રણોના આદેશ જારી કરવામાં આવવા જોઈએ. કોરોનાને રોકવાનું મહત્ત્વનું છે, પરંતુ અન્ય માનવનિર્મિત કારણોને લીધે નાગરિકોના જીવવા સામે પ્રશ્નચિહન ઊભું થાય એવું નહીં બનવું જોઈએ. આથી તુરંત પગલાં લેવાં જોઈએ એવી સલાહ તેમણે આપી છે.
ટ્રાફિક ચાલુ ગેરેજ બંધ
આ નિયંત્રણો લાદતી વખતે વિવિધ ક્ષેત્રનો વિચાર બિલકુલ કરાયો નથી. અનેક ક્ષેત્રને ફટકો પડી રહ્યો છે. નિયંત્રણો જે રીતે લાદવામાં આવ્યાં છે તે જોતાં એક રીતે અઘોષિત એક મહિનાનો લોકડાઉન જ છે. આથી રિટેઈલરો, નાના દુકાનદારો, નાની હોટેલો, સલૂન જેવાં બધાં ઘટકોનો વિચાર કરવાનું જરૂરી છે. અનેક બાબતમાં સંલગ્નતા જોવા મળતી નથી. દાખલા તરીકે ટ્રાફિક ખુલ્લો રખાયો છે ત્યારે ગેરેજ અને સ્પેર પાર્ટસ દુકાનો બંધ કરાવવામાં આવી છે. આવું અનેક બાબતમાં થયું છે, એમ પણ તેમણે ધ્યાન દોરતાં જણાવ્યું છે.
પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.