તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના ઇફેક્ટ:મુંબઈના ડબ્બાવાળા ગુજરાન ચલાવવા અન્ય વ્યવસાય તરફ

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ડબ્બા પહોંચાડવા રાજ્ય સરકાર પાસે લોકલના પ્રવાસની છૂટની માગણી

sલોકલ પ્રવાસ પર બંધી અને થોડા પ્રમાણમાં ગ્રાહકોનો ઓછા થયેલા પ્રતિસાદને કારણે વર્ષોથી મુંબઈના ડબ્બાવાળા તરીકે ઓળખને કોરોનાએ ભૂંસી નાખી છે. આવક માટે અનેક ડબ્બાવાળાઓએ બીજો વિકલ્પ શોધ્યો છે. કોઈ સુરક્ષારક્ષક તરીકે નોકરી કરે છે તો કોઈએ શાકભાજી વેચવાનો વ્યવસાય શરૂ કર્યો છે. ફરીથી ડબ્બા પહોંચાડવાના વ્યવસાયને શરૂ કરવા રાજ્ય સરકારે લોકલમાં પ્રવાસની છૂટ આપવી એવી માગણી ડબ્બાવાળા સંગઠને કરી છે.

વિરાર, ચર્ચગેટ, કલ્યાણ, પનવેલ, વાશીથી સીએસએમટી એમ ત્રણેય રૂટ પર ભોજનના ડબ્બા પહોંચાડતા મોટા ભાગના ડબ્બાવાળા મુંબઈની લોકલ પર આધાર રાખે છે. મુંબઈના સાડા ચાર હજારથી પાંચ હજાર ડબ્બાવાળા લોકડાઉન પહેલાં લગભગ અઢી લાખ નોકરિયાતો, સ્કૂલના વિદ્યાર્થીઓ, દુકાનદારોને ડબ્બો પહોંચાડવાનું કામ કરતા હતા.

દરેક ડબ્બાવાળો 20 થી 25 ડબ્બા પહોંચાડતો હતો. એમાંથી દરેક જણને મહિના રૂ. 15000 થી 16000 આવક થતી હતી. પણ કોરોનાને કારણે લાગુ લોકડાઉન થયું અને લોકલ પણ બંધ થઈ. એ સાથે જ આ વ્યવસાય બંધ પડ્યો. આવક ન હોવાથી અનેક ડબ્બાવાળા પોતાના ગામ જતા રહ્યા. ડબ્બાવાળાઓને આર્થિક તકલીફ પડવા લાગી. ગયા વર્ષથી પ્રતિબંધો લાગુ થાય છે અને હળવા થતા હોવાથી એનો ફટકો ડબ્બાવાળાઓને પડ્યો છે.

અન્ય સમાચારો પણ છે...