તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બસનો શુભારંભ:પર્યટકોને હવે લાઈવ ફિલ્મ શૂટ જોવા, કલાકારો સાથે સંવાદ સાધવા મળશે

મુંબઈ2 મહિનો પહેલા
 • કૉપી લિંક

મુંબઈ સહિત રાજ્યમાં પર્યટનને ગતિ આપવા માટે સરકારે અનેક કંપનીઓ સાથે મંગળવારે કરાર કર્યા. આના ભાગરૂપે પર્યટકોને ફિલ્મ- ટીવી સિરિયલોના લાઈવ શૂટ જોવા અને કલાકારો સાથે સંવાદ સાધવાનો મોકો પણ મળશે, જેને માટે વિશેષ બસનો શુભારંભ કરવામાં આવ્યો. આ બસ બાંદરા વેસ્ટ, જુહુ, લોખંડવાલા, સાતબંગલા વિસ્તારોમાં મુખ્ય સેલિબ્રિટીઓના બંગલા, ઘરના વિસ્તારમાં સેર કરાવશે. આ સાથે રાજ્યનાં મુખ્ય પર્યટનસ્થળો ખાતે તેનો ઈતિહાસ, વિશિષ્ટતાઓની માહિતી આપતા ઓફફલીન ક્યુઆર કોડના ફલક લગાવવામાં આવશે. 25 જાન્યુઆરીથી 15મી ફેબ્રુઆરી સુધી મુંબઈ ફેસ્ટિવલનું આયોજન કરાયું છે, જે સમયગાળામાં સવલતના દરે રિસોર્ટ, હોટેલ્સ, રેસ્ટોરાં, મોલમાં અમુક વસ્તુઓ પર્યટકો માટે ઉપલબ્ધ કરી અપાશે. મુંબઈના કિલ્લાઓ, ગુફાઓ વગેરે ખાતે નાના કાર્યક્રમો યોજાશે. ઉપરાંત મહારાષ્ટ્રનાં ખાદ્યો પર્યટકોને જ્યાં ત્યાં આસાનીથી ઉપલબ્ધ થાય એવી વ્યવસ્થા પણ કરાશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો