ભાસ્કર વિશેષ:મહારાષ્ટ્ર-ગુજરાતના પર્યટકોએ કાશ્મીરથી મોઢું ફેરવ્યું

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કાશ્મીક ટુરિઝમ ડિપાર્ટમેંટના અધિકારીઓ આમંત્રણ આપવા મુંબઈ પહોંચ્યા

કાશ્મીર ખીણમાં સ્થાનિક સંગઠનો દ્વારા ભારત સરકાર વિરોધી પરિબળોને મદદ કરવાથી નારાજ થયેલા મહારાષ્ટ્ર અને ગુજરાતના પર્યટકોએ હવે કાશ્મીર ફરવા જવાનું માંડી વાળ્યું છે. આ વાત ધ્યાનમાં આવતા જ કાશ્મીરના પર્યટન વિભાગના અધિકારી ડો. જી.એન.ઈટ્ટુ, જમ્મુ પર્યટન વિભાગના અધિકારી વિવેકાનંદ રાય અને ટ્રાવેલ એજન્ટ્સ એસોસિએશન ઓફ કાશ્મીરના અધ્યક્ષ ફારુખ એ કુથૂએ મુંબઈના વાય.બી.ચવ્હાણ સેંટરમાં સહિયારી પત્રકાર પરિષદ યોજીને મહારાષ્ટ્રના પર્યટકોને જમ્મુ-કાશ્મીર આવવાનું નિમંત્રણ આપ્યું હતું.

પર્યટન વિભાગ જમ્મુના અધિકારી વિવેકાનંદ રાયે જણાવ્યું કે ત્યાં 95 ટકા લોકોનું રસીકરણ થઈ ગયું છે. તેથી હવે પર્યટકોએ જમ્મુ આવવાનું શરૂ કર્યું છે. આ વર્ષે જૂનમાં 3 લાખ, જુલાઈમાં 10 લાખ અને ઓગસ્ટમાં 11 લાખ પર્યટકો જમ્મુ આવ્યા હતા. ઈતિહાસમાં પ્રથમ વખત 15 ઓગસ્ટના જમ્મુ-કાશ્મીરમાં ટેલિફોન અને મોબાઈલ સેવા ચાલુ રહી હતી. જમમ્મુ પર્યટકો માટે સંપૂર્ણપણે સુરક્ષિત પર્યટન સ્થળ છે. તેથી રજાઓમાં ફરવા માટે પર્યટકોએ જમ્મુ આવવું જોઈએ.

કાશ્મીર પર્યટન વિભાગના અધિકારી ડો. જી.એન.ઈટ્ટુએ જણાવ્યું કે હવે કાશ્મીરમાં પણ પર્યટકો આવી રહ્યા છે. તેમને તમામ પ્રકારની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી રહી છે. કોઈ પર્યટક કોરોના ટેસ્ટ કરાવ્યા વિના આવે તો સરકાર તરફથી એન્ટિજેન ટેસ્ટની વ્યવસ્થા કરવામાં આવી છે જેથી પર્યટકોને કોઈ મુશ્કેલી ન થાય. પર્યટન વિભાગના આંકડાઓ અનુસાર આ વર્ષે જૂનમાં 15,254, જુલાઈમાં 48,858 અને ઓગસ્ટમાં 49,719 પર્યટકો કાશ્મીર આવ્યા હતા.

નોંધનીય વાત એ છે કે જમ્મુ-કાશ્મીર ફરવા આવતા દેશના પર્યટકોમાં મહારાષ્ટ્ર અને બંગાળના પર્યટકો સૌથી વધુ હોય છે. તેથી જ કોરોના સંક્રમણ અંકુશમાં આવતા જ જમ્મુ-કાશ્મીર પર્યટન વિભાગે આ રાજ્યોના દેશી પર્યટકોને આકર્ષિત કરવાનું શરૂ કર્યું છે.

અન્ય સમાચારો પણ છે...