ભાસ્કર વિશેષ:રાણીબાગમાં પર્યટનના સમય પર મર્યાદા મૂકાઈ, દરરોજ કરતા એક કલાક વહેલું બંધઃ સાંજે 5 વાગ્યે ખાલી કરાવાશે

મુંબઈ10 દિવસ પહેલા
  • કૉપી લિંક

છેલ્લા થોડા દિવસથી ભાયખલા ખાતેના રાણીબાગને પર્યટકો તરફથી સરસ પ્રતિસાદ મળી રહ્યો છે અને રાણીબાગમાં પર્યટકોની ગિરદી થઈ રહી છે. મુંબઈમાં કોરોનાનું સંક્રમણ ફરી ઝડપથી ફેલાઈ રહ્યું હોવાથી રાણીબાગમાં ફરવાના સમય પર મર્યાદા મૂકવામાં આવી છે. આમ તો રાણીબાગ સાંજે 4 વાગ્યે બંધ કરવામાં આવે છે પણ હવે બપોરે 3 વાગ્યે બંધ કરવામાં આવશે. શનિવાર 1 જાન્યુઆરીના 16 હજાર પર્યટકોએ રાણીબાગની મુલાકાત લીધી હતી. રવિવારે પણ લગભગ એટલા જ પર્યટકો હતા. પણ રવિવારે બપોરના પર્યટકોની ઘણી ગિરદી થવાથી નિયંત્રણ મેળવવું મુશ્કેલ થયું હતું.

એકંદર પરિસ્થિતિનો કયાસ કાઢીને આખરે પ્રશાસને પર્યટનના સમય પર મર્યાદા મૂકવાનો નિર્ણય લીધો છે. બપોરે 3 વાગ્યે રાણીબાગમાં પ્રવેશનારા પર્યટકોને સાંજે 5 વાગ્યા સુધી બહાર કાઢવા એવી સૂચના સંબંધિતોને આપવામાં આવી છે. રાણીબાગમાં પર્યટકોનો સરસ પ્રતિસાદ વધી રહ્યો છે અને યોગ્ય તકેદારી રાખવામાં આવે છે.

હવેથી રજાના દિવસે ખાસ ધ્યાન રાખવામાં આવશે. રાણીબાગમાં ફરવાનો સમય એક કલાક ઓછો કરવામાં આવ્યો છે કારણ કે સાંજે 4 વાગ્યે પ્રવેશનારા પર્યટકોને બહાર આવવામાં ઓછામાં ઓછા બે કલાક લાગે છે. જમાવબંધીનો નિયમ લાગુ છે ત્યારે હવે બપોરે 3 વાગ્યે જ પ્રવેશદ્વાર બંધ કરવામાં આવશે અને સાંજે 5 વાગ્યા સુધી રાણીબાગ ખાલી કરાવવામાં આવશે એમ રાણીબાગના સંચાલક ડો. સંજય ત્રિપાઠીએ જણાવ્યું હતું

અન્ય સમાચારો પણ છે...