તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નિર્ણય:કોરોનાના દર્દીઓ વધશે તો 10 દિવસમાં કઠોર નિર્ણય: પાલિકા

મુંબઈ12 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • હાઉસિંગ સોસાયટીઓમાં વધુ નવા કેસ મળી રહ્યા છે

મુંબઈમાં કોરોનાના દર્દીઓની સંખ્યા વધી રહી હોવાથી ફરીથી આરોગ્ય વિભાગને ચિંતા સતાવી રહી છે. મુંબઈમાં બહારથી આવનારા પ્રવાસીઓની વધેલી સંખ્યા અને પ્રતિબંધાત્મક નિયમો તોડીને શહેરમાં ઠેકઠેકાણે થતી ગિરદીને કારણે મુંબઈમાં દર્દીઓની સંખ્યા ફરીથી વધી રહી છે. મુંબઈના મેયર કિશોરી પેડણેકરે ફરીથી લોકડાઉન કરવાનો સૂચક ઈશારો આપ્યો છે. દરમિયાન મહાપાલિકા મુંબઈની પરિસ્થિતિનો કયાસ કાઢશે એવી માહિતી મહાપાલિકાના અતિરિક્ત આયુક્ત સુરેશ કાકાણીએ આપી હતી.

મહાપાલિકા મુંબઈની સ્થિતિનો કયાસ કાઢશે. જો કોરોનાના દર્દીઓ વધતા રહ્યા અને લોકોએ કોરોના સંબંધિત નિયમોનું ઉલ્લંઘન કર્યું તો મહાપાલિકા આગામી 10 દિવસમાં કઠોર નિર્ણય લેતા જરાય અચકાશે નહીં એવો ઈશારો કાકાણીએ આપ્યો હતો.મુંબઈમાં દરરોજ નવા નિદાન થનારા દર્દીઓની સંખ્યા જાન્યુઆરીના પહેલા અઠવાડિયામાં 400 હતી. ફેબ્રુઆરીમાં એમાં ફરીથી વધારો થયાનું આંકડાઓ પરથી જણાય છે. છેલ્લા કેટલાક દિવસોથી આ સંખ્યા 500 સુધી પહોંચી છે. ગયા અઠવાડિયા કરતા આ અઠવાડિયામાં દર્દીઓની સંખ્યા 400થી વધીને 500 થઈ છે.

ઝૂપડપટ્ટીના દર્દીઓની સંખ્યા ઓછી
વિદેશમાંથી અને અન્ય જિલ્લાઓમાંથી આવતા પ્રવાસીઓની સંખ્યા છેલ્લા થોડા દિવસમાં વધી છે. નિયમિત વોર્ડ મુજબ કરેલી ટેસ્ટ બંધ થઈ છે. હવે ઝૂપડપટ્ટીના દર્દીઓની સંખ્યા ઓછી છે. નવા દર્દીઓ ગૃહનિર્માણ સોસાયટીઓના છે. એમાં પણ વધુ દર્દીઓનું નિદાન એરપોર્ટ, રેલવે સ્ટેશન અને મહાપાલિકાના ઓપીડીમાં કરવામાં આવે છે એમ કાકાણીએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો