નિવેદન:આજે ઠાકરે સરકારના વધુ એક કૌભાંડનો પર્દાફાશ કરીશ : સોમૈયા

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આઈએનએસ વિક્રાંત મામલે પોલીસને 100 પાનાંનું નિવેદન આપ્યું

ભાજપના નેતા અને ભૂતપૂર્વ સાંસદ કિરીટ સોમૈયાએ આઇએનએસ વિક્રાંત યુદ્ધજહાજ માટે ભેગા કરેલા ભંડોળમાં ગોટાળામાં લાગેલા તમામ આરોપોને નકારી કાઢ્યા છે. તેમણે મુંબઈ પોલીસને પુરાવા સાથે 100 પાનાંનું નિવેદન સુપરત કર્યું હોવાનો પણ દાવો કર્યો હતો. ગુરુવારે એક પ્રેસ કોન્ફરન્સમાં તેમણે બાળાસાહેબ ઠાકરે, મનોહર જોશી અને ગોપીનાથ મુંડેનું નામ લઈને કહ્યું કે તેમણે પણ વિક્રાંત બચાવ અભિયાનને સમર્થન આપ્યું હતું. તેમણે એવો પણ સંકેત આપ્યો હતો કે 15 એપ્રિલે ઠાકરે સરકારના વધુ એક કૌભાંડનો પર્દાફાશ કરશે.

સોમૈયાએ કહ્યું, મુંબઈ પોલીસ દ્વારા પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા પછી પણ મારો પ્રતિનિધિ પાછો ગયો હતો. નિયમ પ્રમાણે તમે અથવા તમારા પ્રતિનિધિ પૂછપરછ માટે જઈ શકો છે. બુધવારે 13 એપ્રિલે મારા પ્રતિનિધિએ મારા પુરાવા સાથેનું 100 પાનાંનું નિવેદન પોલીસને સોંપ્યું. અમે તપાસની પદ્ધતિનું માન રાખ્યું છે. મેં 1997-98માં વિક્રાંતનું અભિયાન શરૂ કર્યું હતું. અભિયાનની શરૂઆત ડૉ. નીતુ માંડકે અને કિરણ પંજનકરે કરી હતી. અભિયાનને બાળાસાહેબ ઠાકરેએ આશીર્વાદ આપ્યા હતા.

ચર્ચગેટ સ્ટેશન પર ભંડોળ ભેગું કરાયું : તત્કાલીન સેના- ભાજપ સરકારના મુખ્ય મંત્રી તરીકે મનોહર જોશી અને ઉપ મુખ્ય મંત્રી ગોપીનાથ મુંડેએ વિક્રાંત માટે રાજ્ય સરકાર તરફથી 40-42 કરોડ રૂપિયા આપવાની તૈયારી દર્શાવી હતી. તે પછી કેન્દ્રીય સંરક્ષણ મંત્રી જ્યોર્જ ફર્નાન્ડિસ પોતે 2003માં 42,000 વિદ્યાર્થીઓની નિબંધ સ્પર્ધા માટે ભાંડુપ આવ્યા હતા. સંસદ હોય કે વિધાનસભા, મેં ઘણી વખત વિક્રાંતનો મુદ્દો ઉઠાવ્યો છે.

નાણાં રાજભવન મોકલવામાં આવ્યાં
સોમૈયાએ વધુમાં જણાવ્યું હતું કે, “આવા કાર્યક્રમો દરેક પક્ષ દ્વારા વારંવાર યોજવામાં આવે છે. જે પછી પૈસા રાજભવન મોકલવામાં આવ્યા હતા. હું રાજ્યપાલને મળ્યો તેના પુરાવા પણ છે. આટલું જ નહીં, આ કાર્યક્રમ 10 ડિસેમ્બર, 2013ના રોજ યોજાયો હતો, અમે 13 ડિસેમ્બરે રાજ્યપાલને મળ્યા હતા, ગોપીનાથ મુંડેના નેતૃત્વમાં ભાજપ- શિવસેનાનું પ્રતિનિધિમંડળ 17 ડિસેમ્બરે રાષ્ટ્રપતિને મળ્યું હતું. અમે તેમને તે પણ કહ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...