તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મહત્ત્વના ઘટકનું સંવર્ધન:મધમાખીનું રક્ષણ કરવા ગુજરાતીની ઝુંબેશ

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કુદરતના આ મહત્ત્વના ઘટકનું છેલ્લાં 10 વર્ષથી સંવર્ધન કરે છે

શહેરીકરણની લાહ્યમાં કુદરતનું ચક્ર બચાવવું ખૂબ જરૂરી છે. મધમાખીઓ કુદરતના ચક્રનું એક મહત્ત્વનું ઘટક છે. તેથી મધમાખીઓના સંવર્ધન માટે કાંદિવલીનો ગુજરાતી યુવક અંકિત વ્યાસ છેલ્લાં 10 વર્ષથી પ્રયત્નશીલ છે. શહેરની જૂની ઈમારતોમાં, ઝાડ પર રહેલાં મધપૂડા મધમાખીઓને હાનિ પહોંચાડ્યા વિના અંકિત જંગલમાં સુરક્ષિતપણે ખસેડે છે.

અત્યાર સુધી અંકિતે મુંબઈના કેટલાય મધપૂડાનું સંવર્ધન કર્યું છે. તેથી એની ઓળખ મધમાખી મિત્ર તરીકે થઈ ગઈ છે. કાંદિવલી પશ્ચિમના ચારકોપમાં રહેતો અંકિત પર્યાવરણપ્રેમી છે. વૈષ્ણવ બ્રાહ્મણ જ્ઞાતિના અંકિતના પપ્પા મૂળ જૂનાગઢ અને માતા રાજકોટનાં છે. અંકિત નેશનલ પાર્કમાં રેસ્કયુ ટીમના સ્વયંસેવક તરીકે કામ કરે છે.

મુંબઈ અને પરિસરમાં મધપૂડા દેખાય એટલે એને બોલાવવામાં આવે છે. વન વિભાગ, આપત્કાલીન વિભાગ સાથે તે સંપર્કમાં રહે છે. સામાન્ય રીતે રહેવાસી ભાગમાં મધપૂડા દેખાય એટલે લોકો ગભરાઈ જાય છે. મધપૂડો બાળી નાખે અથવા ધુમાડો કે પેસ્ટ કંટ્રોલિંગ કરીને મધપૂડો હટાવી દે છે. મધમાખી વિશ્વમાં સૌથી મહત્ત્વપૂર્ણ પ્રજાપતિમાંથી એક છે, જેનું પ્રદૂષણ રોકવામાં પણ યોગદાન છે.

જો કોઈને પણ મધપૂડો કઢાવવો હોય તો 97699 45602 પર મારો સંપર્ક કરી શકે છે, એમ અંકિતે જણાવ્યું હતું.રાણી માખીની પાછળ અન્ય માખી આવે છે : મધપુડામાં સેંકડો મધમાખીઓ હોય છે. એમાંથી હું રાણી માખી શોધું છું. એને એક પાંજરામાં અથવા બોક્સમાં રાખું છું. રાણી માખી કાઢીએ એટલે આપોઆપ બીજી માખીઓ એની પાછળ આવે છે.

એ પછી હું મધપુડો કાઢું છું અને જંગલમાં લઈ જઈને ચોંટાડું છું. એમાં રાણી માખીને છોડું છું. એની પાછળ બધી મધમાખીઓ અંદર જાય છે એમ અંકિત જણાવે છે. મધપુડો સુરક્ષિતપણે કાઢવો એ નિષ્ણાતનું જ કામ છે અને એને જ કરવા દેવું.

અન્ય સમાચારો પણ છે...