ચુસ્ત બંદોબસ્ત:સ્વાતંત્રય દિને મુંબઈમાં ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા, મુંબઈ પોલીસનું મિશન ઓલઆઉટ ચાલુ

મુંબઈ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

આજે 15 ઓગસ્ટના દેશના સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કરવામાં આવે છે. જોકે દેશના દુશ્મનો દ્વારા ભાંગફોડની કોઈ ઘટના બનવાનું જોખમ હોય છે. આ પાર્શ્વભૂમિ પર મુંબઈમાં સુરક્ષા વ્યવસ્થા માટે ચુસ્ત બંદોબસ્ત કરવામાં આવે છે. મુંબઈ પોલીસે સુરક્ષા વ્યવસ્થાના ભાગ રૂપે શુક્રવાર રાતથી મિશન ઓલઆઉટ શરૂ કર્યું હતું. આ મિશન અંતર્ગત મુંબઈના રસ્તાઓ પર મોટા પ્રમાણમાં નાકાબંધી કરવામાં આવી છે. નાના રસ્તાઓ પર પણ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. મુંબઈમાં પ્રવેશતા દરેક વાહનની તપાસ કરવામાં આવે છે.

મુંબઈના મહત્ત્વના પ્રવેશદ્વાર આનંદનગર ટોલનાકા પર મુંબઈ પોલીસની મોટા પ્રમાણમાં નાકાબંધી કરવામાં આવી છે. દરેક વાહનચાલકની તપાસ કરી, કાગળપત્રો ચકાસવામાં આવે છે. મુંબઈ પોલીસના પ્રવક્તા ડીસીપી એસ. ચૈતન્યએ જણાવ્યું હતું કે સરકારી કાર્યાલયોની સુરક્ષા વધારવામાં આવી છે. ખાસ કરીને મંત્રાલયમાં ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. કોઈ અનિચ્છનીય ઘટના ન બને એ માટે જે વ્યક્તિઓ પર શક છે તેમની તપાસ કરવામાં આવી રહી છે. બોમ્બ ડિટેક્શન એન્ડ ડિસ્પોઝલ સ્કવોડ સાથે તમામ મહત્ત્વના પરિસરોનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે.

મુંબઈના 94 પોલીસ સ્ટેશનના તમામ અધિકારીઓને હાઈ એલર્ટ પર રહેવા જણાવવામાં આવ્યું છે. બધાએ પોતપોતાના પરિસરમાં પેટ્રોલિંગ કરવું. સાથે જ એન્ટિ ટેરર સેલ અને બીટ ઓફિસરોને પણ માહિતી કાઢવા જણાવવામાં આવ્યું છે. અમારી પાસ એક નાઈટ પેટ્રોલિંગ સ્ટાફ અને એક ગુડ મોર્નિંગ સ્ટાફ પણ છે. તેમને પણ એલર્ટ રહેલા જણાવ્યું છે. કોઈ પણ શંકાસ્પદ વ્યક્તિ દેખાય એટલે તરત પૂછપરછ કરવાનું જણાવવામાં આવ્યું છે. મુંબઈ પોલીસની સ્પેશિયલ બ્રાન્ચ, ક્રાઈમ બ્રાન્ચ, પ્રોટેક્શન એન્ડ સિક્યોરિટી જેવી તમામ યંત્રણાઓને સતર્ક રહેવા જણાવ્યું છે એમ ચૈતન્યએ ઉમેર્યું હતું.

ગોપનીય માહિતી ભેગી કરવાનું કામ : મંત્રાલય, રાજ્ય સચિવાલય જેવાં મહત્ત્વપૂર્ણ સ્થળો ખાતે ધ્વજવંદન કાર્યક્રમ યોજાવાનો હોવાથી અહીં બોમ્બશોધક અને નાશક ટુકડીની ટીમો સાથે પોલીસ કર્મચારીઓને તહેનાત કરવામાં આવશે. ઉપરાંત વિશેષ એકમો દ્વારા નાગરિકોના અંગઝડતી જેવી તપાસ કરવામાં આવશે, એમ પોલીસ પ્રવક્તાએ શનિવારે જણાવ્યું હતું. પોલીસ સ્ટેશનોને વ્યૂહાત્મક સ્થળે બંદોબસ્ત ગોઠવવા, પેટ્રોલિંગ કરવા અને સ્થાનિક એન્ટી- ટેરર સેલ યુનિટ્સ અને બીટ કર્મચારીઓને કોઈ પણ અનિચ્છનીય ઘટના ખાળવા માટે ગોપનીય માહિતી ભેગી કરવાનું કામ સોંપવામાં આવ્યું છે.

અનેક યંત્રણા ખડે પગે : નાઈટ પેટ્રોલ અને ગૂડ મોર્નિંગ સ્ક્વોડ, ઉપરાંત સ્પેશિયલ બ્રાન્ચ, ક્રાઈમ બ્રાન્ચ, પ્રોટેકશન એન્ડ સિક્યુરિટી બ્રાન્ચ સાથે ક્વિક રિસ્પોન્સ ટીમના કમાંડો પણ મહાનગરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેની ખાતરી રાખવા માટે બાજનજર રાખશે. દરમિયાન કમિશનર, જોઈન્ટ કમિશનરો, ઝોનલ ડીસીપી સહિત સિનિયર પોલીસ અધિકારીઓની હાજરીમાં શુક્રવારે મોડી રાત્રે અને શનિવાર પરોઢ સુધી ઓલ આઉટ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ દરમિયાન નાકાબંધી, કોમ્બિંગ ઓપરેશન, અન્ય કાયદો અને વ્યવસ્થાનાં પગલાં હાથ ધરવામાં આવ્યાં હતાં.

અન્ય સમાચારો પણ છે...