તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Mumbai
 • Through A Video Clip, The Traffic Police Caught 3 People Racing A Car On The Highway, Booing And Threatening The Lives Of Other Motorists.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:વીડિયો ક્લિપ દ્વારા ટ્રાફિક પોલીસે હાઈવે પર કાર રેસ કરતા 3 પકડ્યા, બૂમાબૂમ કરીને અન્ય વાહન ચાલકોનો જીવ પણ જોખમમાં મૂકી રહ્યા હતા

મુંબઈ4 મહિનો પહેલા
 • કૉપી લિંક

મધરાત્રે હાઈવે પર કાર રેસ કરતાં અને કારની વિંડોમાંથી શરાબની બોટલો બહાર કાઢીને ચિયર્સ અને બૂમાબૂમ કરીને અન્ય વાહન ચાલકોનો જીવ પણ જોખમમાં મૂકતા ત્રણ યુવાનનો વિડિયો મળતાં ટ્રાફિક પોલીસે તુરંત સક્રિય થઈને ત્રણેયની કાંદિવલીથી ધરપકડ કરી હતી. બુધવારે મધરાત્રે અનિરુદ્ધ અજિત જગદાળે (23), અરબાઝ આસીફ સૈ.દ (24) અને દીપક મનોજ સિકારિયા (23) હાઈવે પર કાર રેસ કરતા હતા. ઉપરાંત કારની વિંડોમાંથી શરાબની બોટલો બહાર કાઢીને ચિયર્સ ચિયર્સ એવી બૂમો અને ચિચિયારીઓ પાડતા હતા. આ અંગેની વિડિયો ક્લિપ ટ્રાફિક પોલીસને મળી હતી.મધરાત્રે વાકોલા ટ્રાફિક પોલીસની ટીમે વાહનને કાંદિવલી ઠાકુર કોમ્પ્લેક્સમાં આંતર્યું હતું, જેમાંથી ત્રણેય આરોપીઓની ધરપકડ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો