તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
મુંબઇના કાંદિવલી- વેસ્ટમાં ચારકોપના બંદરપખાડી વિસ્તારમાં આવેલા સાઈમંદિરમાં રવિવારે વહેલી સવારે અચાનક આગ ભભૂકી ઊઠી હતી. આ દુર્ઘટનામાં ત્રણ યુવાનો ગંભીર દાઝી ગયા હતા. ત્રણેયનાં મોત નીપજ્યાં હતાં. આ ઘટના મંદિરના વિવાદને કારણે થઇ હોવાની પોલીસને જાણકારી મળી છે, પોલીસ આગનાં કારણોની તપાસ કરી રહી છે.
ચારકોપ પોલીસના જણાવ્યા અનુસાર રવિવારે સવારે 4.15 વાગ્યે શોર્ટ સર્કિટને કારણે સાઈબાબા મંદિરમાં આગ લાગી. આગની જાણ થયા બાદ ફાયર ફાઇટરના કેટલાક બંબા સ્થળ પર દોડી ગયા હતા અને સવારે 4.40 વાગ્યે આગને બુઝાવી દેવાઇ હતી. આ મંદિર પરિસરમાં રાતના સૂવા માટે આવેલી ત્રણ વ્યક્તિ ઘાયલ થઈ હતી. તેઓને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં બેને સવારે મૃત જાહેર કરાયા હતા. બાદમાં અન્ય એકને સાયન હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેની સારવાર દરમિયાન બપોરે મોત થયું હતું.
પોલીસે હાલમાં અકસ્માતે મોતનો ગુનો નોધીને બંનેના મૃતદેહને પોર્સ્ટમોટમ માટે મોકલી આગળની કાર્યવાહી કરી રહી છે. મુંબઈ મહાપાલિકાના ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલના જણાવ્યા અનુસાર દાઝી ગયેલાઓને કાંદિવલીની શતાબ્દિ હોસ્પિટલમાં લઇ જવાયા હતા, જયાં 25 વર્ષના સુભાષ ઘોડે, 25 વર્ષના યુવરાજ પવારને મૃત જાહેર કર્યા હતા, જયારે 26 વર્ષનો મન્નુ રાધેશ્યામ ગુપ્તાનું સાયન હોસ્પિટલમાં મોત નિપજ્યું હતું.
પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.