તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
રાજ્યભરમાં પોલિયો રસીકરણની ઝુંબેશનો ધામધૂમથી શુભારંભ કરવામાં આવ્યો, પરંતુ યવતમાળમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં પોલિયો રસીકરણ દરમિયાન સેનિટાઈઝર પાઈ દીધું હોવાની આંચકાજનક ઘટના સામે આવી છે. આ પ્રકરણને લીધે 12 બાળકોની તબિયત બગડતાં તેમની પર સ્થાનિક હોસ્પિટલમાં ઉપચાર ચાલુ છે.
સેનિટાઈઝર આપેલા 12 બાળકોની સુરક્ષા માટે તેમને વસંતરાવ નાઈક સરકારી મેડિકલ કોલેજના બાળરોગ વિભાગમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમને કોઈ ત્રાસ થયો નથી એમ ડોક્ટરોએ જણાવ્યું હતું. એક ડોક્ટર મોબાઈલ પર વ્યસ્ત હતો. તેણે પોલિયોને બદલે સેનિટાઈઝર પાઈ દીધું હોવાનું બહાર આવ્યું છે.આ પ્રકરણમાં મેડિકલ ઓફિસર (સીએચઓ), આશા સ્વયંસેવિકા અને આંગણવાડી સેવિકા એમ ત્રણ જણની સેવા સમાપ્તિનો આદેશ આપવામાં આવ્યો છે, એમ જિલ્લા આરોગ્ય અધિકારી ડો. હરી પવારે જણાવ્યું હતું. ઉપરાંત વરિષ્ઠ ડોક્ટરોના નિલંબન સંબંધમાં સરકાર પાસે પ્રસ્તાવ મોકલવામાં આવશે એમ તેમણે જણાવ્યું હતું. ભંડારા ખાતે દુર્ઘટના પછી યવતમાળ જિલ્લામાં આ ઘટનાને લઈને આરોગ્ય વર્તુળમાં ખળભળાટ મચી ગયો છે. જોકે જુનિયરોનો ભોગ લઈને સિનિયર ડોક્ટરોને બક્ષવા નહીં જોઈએ એવી માગણી ઊઠી છે.
પોલિયોને બદલે સેનિટાઈઝર આપેલા 12 બાળકોને બાળરોગ વિભાગમાં નિરીક્ષણ હેઠળ રાખવામાં આવ્યા છે. તેમાંથી કોઈને ત્રાસ થયો નથી. બધા જોખમની બહાર છે. જોકે સાવધાની ખાતર તેમને દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે એમ યવતમાળની સરકારી હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટ ડો. સુરેન્દ્ર ભુયારે જણાવ્યું હતું.
પંઢરપુરમાં પણ બેદરકારીઃ 2ને નોટિસ
દરમિયાન પંઢરપુર તાલુકાના ભાળવણી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં એક બાળકના પેટમાં પ્લાસ્ટિકનો ટુકડો ઊડીને ગયો હતો. આ સંબંધે સુપરવાઈઝર સહિત બે આરોગ્ય કર્મચારીઓને શોકોઝ નોટિસ ફટકારવામાં આવી છે, એમ આરોગ્ય અધિકારી ડો. રેપાળે જણાવ્યું હતું. બે દિવસ પૂર્વે ભાળવણી ખાતે માધુરી બુરાંડેના એક વર્ષના બાળકને રસી આપતી વખતે નાનો પ્લાસ્ટિકનો ટુકડો બાળકના પેટમાં ગયો હતો. આ પછી તુરંત બાળરોગ નિષ્ણાત પાસે લઈ જઈને ઉપચાર કરવામાં આવ્યો હતો. હવે બાળકની તબિયત જોખમની બહાર છે.
પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.