તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
કાંદિવલી- વેસ્ટમાં ચારકોપના બંદરપખાડી વિસ્તારમાં આવેલા સાઈમંદિરમાં આગ એક સુનિયોજિત કાવતરું હોવાનું અને ચારકોપ પોલીસે આ ઘટના બાદ 24 કલાકમાં શ્રી સાંઈ સચ્ચિદાનંદ મંદિરમાં ટ્રિપલ મર્ડર કેસમાં બે આરોપીની સોમવારે ધરપકડ કરી હતી. ચારકોપ પોલીસે 27 ડિસેમ્બરે વહેલી સવારે 4 વાગ્યાની આસપાસ કાંદિવલીના સ્થિત શ્રી સાંઇ સચ્ચિદાનંદ મંદિરમાં આગ લગાવીને મંદિરમાં સૂતા ત્રણ જણનું આગમાં મૃત્યુ આ સુનિયોજિત હત્યાનું કાવતરું હોવાનું શોધી કાઢ્યું છે. આ અંગે એક 20 વર્ષના ભાવેશ ચાંદોલકર અને એક સગીર બાળકને અટકાયતમાં લીધા છે. સગીરને બાળ સુધારગૃહમાં મોકલી આપ્યો છે.
27 ડિસેમ્બરની વહેલી સવારે મંદિરમાં અચાનક આગ ભભૂકી ઊઠી હતી, તે સમયે ત્રણ જણ મંદિરની અંદર સૂતેલા હતા અને તેઓએ અંદરથી તાળુ મારેલું હતું. આગ એટલી ભયાનક હતી કે મંદિરમાં સૂતા ત્રણેયને બહાર નીકળવાનો મોકો મળ્યો નહોતો. આસપાસના લોકોને આગની જાણ થાય ત્યાં ઘણું મોડું થઈ ગયું હતું. ઘટના સમયે મંદિરના સ્થાપક યુવરાજ પવાર, સુભાષ ઘોડે અને મોનુ ગુપ્તા મંદિરમાં સૂઈ રહ્યા હતા, જ્યારે આગ લાગી ત્યારે ત્રણેયે બહાર નીકળવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે સમયે મંદિરનું તાળું ખૂલ્યું નહોતું અને ત્રણેય આગની લપેટમાં આવી ગયા હતા, જેમાં યુવરાજ પવાર અને સુભાષ ઘોડે ત્યાં જ મૃત્યુ પામ્યા હતા અને હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોનુ ગુપ્તાનું મોત નીપજ્યું હતું.
એડિશનલ પોલીસ કમિશનર દિલીપ સાવંતે જણાવ્યું હતું કે, 27 તારીખે રાત્રે 4 વાગ્યે મંદિરમાં આગને કારણે ત્રણ જણનાં મોત નીપજ્યાં હતાં. આરોપીની ધરપકડ કરતાં ચોંકાવનારી માહિતી બહાર આવી છે. આરોપી અને મૃતક યુવરાજ વચ્ચે કાયમ ઝઘડો થતો હતો. આરોપી મૃતકની હિલચાલ પર નજર રાખતો હતો. બે દિવસ પૂર્વે યુવરાજે આરોપીની મારઝૂડ પણ કરી હતી. આથી આરોપીએ પોતાની એક્ટિવા સ્કૂટરમાંથી અંદાજે પાંચ લિટર પેટ્રોલ એક પ્લાસ્ટિકના ડબ્બામાં કાઢી રાખ્યું હતું. ઘટનાના દિવસે વહેલી સવારે 4 વાગ્યે તે પોતાના સાથી સગીર બાળકને લાવ્યો હતો. મૃતકો સૂતેલા હતા ત્યાં પેટ્રોલ રેડીને આગ ચાંપી ભાગી ગયા હતા. પેટ્રોલથી લાગેલી આગે મંદિરમાં મૂકેલા વોટર કૂલર અને એર કૂલરને લપેટમાં લેતાં રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું.
પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.