સોનાની દાણચોરી:ત્રણ કેનિયન મહિલા ગુપ્તાંગમાં એક કિલો સોનું છુપાવીને લાવી, મુંબઈ એરપોર્ટ પર પકડાઈ

મુંબઈએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
ત્રણ મહિલા પાસેથી ઝડપાયેલું સોનું. - Divya Bhaskar
ત્રણ મહિલા પાસેથી ઝડપાયેલું સોનું.
  • જેજે હોસ્પિટલમાં ડોક્ટરોની દેખરેખ હેઠળ સોનું બહાર કાઢવામાં આવ્યું

સોનાની દાણચોરી કરવા માટે તસ્કરો વિવિધ તરકીબો અજમાવી રહ્યા છે. જોકે ગુપ્તાંગમાંથી સોનાની દાણચોરીનો ચોંકાવનારો કિસ્સો મુંબઈમાં પ્રકાશમાં આવ્યો છે. મુંબઈ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (એનસીબી)એ એરપોર્ટ પરથી પકડી પાડેલી ત્રણ કેનિયન મહિલાઓનાં ગુપ્તાંગમાંથી આશરે એક કિલો સોનું મળી આવ્યું છે. આ મહિલાઓ દાણચોરીથી સોનું લાવી રહી છે એવી માહિતી મળી હતી, જેને આધારે મુંબઈ એરપોર્ટ ટર્મિનલ 2 પર તેમને આંતરવામાં આવી હતી.

એનસીબીના ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડેના જણાવ્યા અનુસાર, 17 ઓગસ્ટે સીએસએમઆઈ એરપોર્ટ પર ત્રણેય મહિલા દોહાથી મુંબઈ આવી હતી. તેમના સામાનની તપાસ દરમિયાન તેમની પાસેથી કશું મળ્યું નહોતું. આ પછી તેમની સ્થળ પર જ પૂછપરછ કરવામાં આવી હતી. એ સમયે તેમની અંદર ભારે અસ્વસ્થતા જોવા મળી હતી. આખરે તેમણે તબીબી મદદ માટે વિનંતી કરી હતી. આ મુજબ તેમને સર જેજે હોસ્પિટલમાં લાવવામાં આવી હતી અને ત્યારથી તબીબી દેખરેખ હેઠળ હતી.

ત્રણેય મહિલાઓની તબીબી તપાસમાં બહાર આવ્યું હતું કે તેમણે યોનિમાર્ગ અને ગુદામાર્ગની અંદર કશુંક છુપાવેલું છે. ડોકટરોની દેખરેખ હેઠળ ત્રણેય મહિલાઓ પાસેથી કુલ 937.78 ગ્રામ સોનું ગુપ્તાંગમાંથી બહાર કાઢવામાં આવ્યું હતું. કુલ 13 પેકેટ હતાં, જેમાં કુલ 17 સોનાના ટુકડા હતા.

સોનાના ટુકડા લગભગ 20 ગ્રામથી લઈને લગભગ 100 ગ્રામ સુધીના હતા. આરોપીઓએ કંડોમની અંદર સોનું મૂકીને એ ગુપ્તાંગમાં છુપાવ્યું હતું, મહિલાઓને મહેમૂદ ખુરેશા અલી (61), અબ્દુલ્લાહી અબ્દિયા અદાન (43) અને અલી સાદિયા આલો (45) તરીકે ઓળખી કાઢવામાં આવી છે. એનસીબી ડ્રગ્સ કેસ હાથ ધરતી હોવાથી એને વધુ તપાસ માટે કસ્ટમ્સને સોંપી દેવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...