હવામાન:નાલાસોપારામાં ત્રણ મકાન પર ભારે પવનથી જાંબુનું ઝાડ પડ્યું

મુંબઇ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • વસઇ-વિરારમાં છેલ્લા 5 દિવસમાં 64 વૃક્ષ તૂટી પડયાં

વસઇ- વિરાર મહાપાલિકા વિસ્તારમાં જોરદાર પવન અને ભારે વરસાદનાં કારણે વૃક્ષો ધરાશાયી થવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. શહેરમાં છેલ્લા 5 દિવસમાં 64 વૃક્ષો પડી ગયાં છે. આ તમામ ઘટનાઓમાં કોઈ જાનહાનિ થઈ નથી. છેલ્લા ઘણા દિવસોથી શહેરમાં મુશળધાર વરસાદ અને જોરદાર પવન ફૂંકાઇ રહ્યો છે. વિસ્તારના વિવિધ રસ્તાઓ ઉપર વરસાદી પાણી જોવા મળી રહ્યા છે. 

છેલ્લા ત્રણ સતત વરસાદને કારણે જાહેર જનજીવન અસ્તવ્યસ્ત
6 જુલાઈ સોમવારે, ભારે પવન અને વરસાદને કારણે નાલાસોપારા પૂર્વમાં, વૈષ્ણવ નગર, ધનીવબાગમાં 3 મકાનો પર બેરી (જાંબુ)નું ઝાડ પડી ગયું હતું. સ્થાનિક નાગરિક સુનિલ ભોંસલેએ જણાવ્યું હતું કે બે મકાનોને વધુ નુકસાન થયું છે અને એક મકાનને ઓછું નુકસાન થયું છે. ફાયર બ્રિગેડના જવાનોએ ઘટનાસ્થળે પહોંચી બચાવ કામગીરી શરૂ કરી હતી. જોકે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી. મહાપાલિકાના જુદા જુદા વિસ્તારમાં ફાયર બ્રિગ્રેડને 5 દિવસમાં નાનાં - મોટાં 64 વૃક્ષો તૂટી પડવાના કોલ મળ્યા હતા. ઝાડ પડવાના કારણે સામાન્ય જનજીવન પ્રભાવિત થયું હતું. વિભાગના ચીફ ફાયર ઓફિસર દિલીપ પલાવના માર્ગદર્શન હેઠળ ટીમના જવાન ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને પડી ગયેલા ઝાડને દૂર કરીને ટ્રાફિકને સામાન્ય બનાવ્યો હતો. નોંધપાત્ર વાત એ છે કે છેલ્લા ત્રણ સતત વરસાદને કારણે જાહેર જનજીવન અસ્તવ્યસ્ત દેખાઈ રહ્યું છ.  જોકે મહાનગર પાલિકાના મોટાભાગના વિસ્તારોના માર્ગો ઉપર વરસાદી પાણી દેખાઈ રહ્યા છે, વરસાદને કારણે રસ્તાઓ પર ખાડાઓ પણ દેખાઈ રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...