એક બાજુ કોરોના અંકુશમાં આવી રહ્યો છે ત્યારે વરસાદજન્ય બીમારીમાં વધારો થઈ રહ્યો છે. ખાસ કરીને કોરોના સામે લડાઈમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહેલી મુંબઈની હોસ્પિટલોમાંથી અંધેરી સ્થિત સેવન હિલ્સ હોસ્પિટલના ડોક્ટરો અને આરોગ્ય કર્મચારીઓને ડેન્ગ્યુની બીમારી લાગુ થવાથી ચિંતાનું વાતાવરણ છે.હોસ્પિટલના ત્રણ ડોક્ટરોને ડેન્ગ્યુની બીમારી લાગુ થઈ છે, એમડીનડો. બાળકૃષ્ણ અડસુળે જણાવ્યું હતું. આ ત્રણ ડોક્ટર સિવાય બે નર્સ અને એક આરોગ્ય કર્મચારીને પણ ડેન્ગ્યુ લાગુ થયો છે.
ડોક્ટરો સહિત આ બધા આરોગ્ય કર્મચારીઓની તબિયત જોખમની બહાર છે અને તેમની પર સેવન હિલ્સ હોસ્પિટલમાં જ ઉપચાર ચાલુ છે.ડેન્ગ્યુની બીમારી લાગુ થયેલા ડોક્ટરો અને નર્સ સહિત આરોગ્ય કર્મચારીઓના પ્લેટલેટ્સ ઓછા થઈ ગયા, પરંતુ શનિવારે કરેલી તપાસ પછી ઉપચાર બાદ હવે પ્લેટલેટ્સમાં વધારો થઈ રહ્યો છે. આ બધાની કાળજી લેવામાં આવી રહી છે અને જરૂરી ઉપચાર પણ આપવામાં આવી રહ્યો છે, એમડો. અડસુળે જણાવ્યું હતું.સેવન હિલ્સ હોસ્પિટલમાં થોડા દિવસ પૂર્વે મચ્છરોનો ઉપદ્રવ વધી ગયો હતો.
તેમાંથી આ બીમારી લાગુ થઈ હોવાનો પ્રાથમિક અંદાજ છે. ડોક્ટરો અને નર્સો માટે હોસ્પિટલમાં ક્વાર્ટર્સમાં રહેવાની વ્યવસ્થા કરવામાં આવી છે. આરોગ્ય કર્મચારીઓને ડેન્ગ્યુ લાગુ થયા પછી હોસ્પિટલ પરિસરમાં પેસ્ટ કંટ્રોલ કરવામાં આવ્યું છે. ખાસ કરીને મચ્છરોનાં ઉદભવસ્થાનોને શોધીને તે નષ્ટ કરવામાં આવ્યાં છે. આથી હવે ચિંતાનું કારણ નથી, એમ ડો. અડસુળે જણાવ્યું હતું.નોંધનીય છે કે કોરોનાકાળથી સેવન હિલ્સ હોસ્પિટલ દર્દીઓની સારવાર લેવામાં અવ્વલ ભૂમિકા ભજવી રહી છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.