તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આગ:દુર્ઘટનાગ્રસ્ત ગ્રેટશિપ રોહિણીના ત્રણ ક્રુ સભ્યો મૃતાવસ્થામાં મળી આવ્યા

મુંબઈ21 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • જોઈન્ટ ડાયરેકટર જનરલ આ દુર્ઘટનાની ઊંડાણથી તપાસ કરશે

ઓફફશોર સપ્લાય જહાજ ગ્રેટશિપ રોહિણી જહાજના એન્જિન રૂમમાં શનિવારે અચાનક ફાટી નીકળતાં તેમાં સપડાઈ ગયેલા ત્રણ ક્રુ સભ્યોની લાશ ભારતીય તટરક્ષક દળ દ્વારા રવિવારે શોધી કાઢવામાં આવી હતી. ગ્રેટશિપ રોહિણીના આઠ ક્રુ સભ્યો અને તટરક્ષકના 11 સભ્યો સહિત 19 જણે શોધખોળ કર્યા પછી રવિવારે સવારે ત્રણ લાશ મ‌ળી આવી હતી.

આવી દુર્ઘટનાઓની તપાસ કરવા માટે તાલીમબદ્ધ જોઈન્ટ ડાયરેકટર જનરલ, ટેક્નિકલ (પ્રિન્સિપાલ ઓફિસર એમએમડી, મુંબઈ)ના દરજ્જાના અધિકારી આ દુર્ઘટનાની તપાસ કરશે, એમ શિપિંગના ડાયરેક્ટર જનરલ અમિતાભ કુમારે રવિવારે જણાવ્યું હતું. એન્જિન રૂમમાં કોઈ પણ કારણથી આગ લાગી શકે છે. સામાન્ય રીતે તેમાં કોઈ કામ ચાલુ હોય ત્યારે આવી દુર્ઘટના બની જાય છે. હવે અમે આ કિસ્સામાં ચોક્કસ શું થયું છે તેની ઊંડાણથી તપાસ કરીશું, એમ તેમણે ઉમેર્યું હતું.

બે નાવિકોની લાશ જહાજના ટ્વીન-ડેક એરિયામાંથી મ‌ળી આવી હતી, જે ઓળખ નહીં થઈ શકે એટલી હદે બળેલી અવસ્થામાં હતા. ત્રીજો મૃતદેહ એન્જિન કંટ્રોલ રૂમમાંથી દાઝેલી અવસ્થામાં મળી આવ્યો હતો. જહાજમાં આગ લાગી ત્યારે તે મુંબઈના દરિયાકાંઠાથી 92 દરિયાઈ માઈલ અંતરે મુંબઈ હાઈના એનક્યુઓ પ્લેટફોર્મ નજીક હતું. દુર્ઘટના સમયે જહાજમાં 18 ક્રુ સભ્યો હતા. એન્જિન રૂમથી આગ શરૂ થઈ હતી. એક અધિકારી ગુરબીંદર સિંહ જે ઇલેક્ટ્રો- ટેકનોલોજિકલ એન્જિનિયર છે તે દાઝેલી અવસ્થામાં મળી આવ્યો હતો. તેને તુરંત હેલિકોપ્ટરથી હોસ્પિટલમાં ખસેડાયો છે, જ્યાં તે જોખમથી બહાર છે, એમ તટરક્ષક દળે જણાવ્યું હતું.

તટરક્ષક દળનું સમર્થ જહાજ કામે લાગ્યું
તટરક્ષક દળને આગ વિશે જાણ થતાં જ તેનું મધદરિયે પેટ્રોલિંગ કરવાનું જહાજ સમર્થ કામે લગાવવામાં આવ્યું હતું. સ્થિતિનું આકલન કરવા માટે ડોર્નિયર વિમાન પણ કામે લગાવાયું હતું. આધુનિક બહારી અગ્નિશામક પ્રમાલી સાથેનું સમર્થ, મધદરિયાનું વહાણ પ્રિયા 27 અને અનેક અન્ય બોટ બચાવ કામગીરીમાં અને બાઉન્ડરી કૂલિંગ કામગીરીમાં લાગી હતી. આગનો મોટો હિસ્સો શનિવારે જ બુઝાવવામાં આવ્યો, પરંતુ તેમાંથી ગરમી નીકળતી જ રહી હતી. રાત્રે ફોમનો ઉપયોગ કરાયો હતો અને આજે આગને સંપૂર્ણ બુઝાવવામાં આવી હતી.

ક્યાંથી મળી લાશ
તટરક્ષક દળ અને કંપનીના કર્મચારી સભ્યો દ્વારા રવિવારે સવારે 7.30 વાગ્યાથી ગુમ ક્રુ સભ્યોની શોધ શરૂ કરવામાં આવી હતી. તેમણે ટ્વીન-ડેક વિસ્તારમાં તપાસ કરી હતી, જેમાં એન્જિન કંટ્રોલ રૂમ પણ છે. ત્રણ મૃતક નાવિકો આશરે સવારે 10.30 વાગ્યે મળ્યા હતા. પીડિતના પરિવારોને જાણ કરાઈ છે. જહાજ સુરક્ષિત છે, એમ કુમારે ઉમેર્યું હતું.ગ્રેટશિપ રોહિણી ઓફફશોર સપ્લાય વહાણ છે અન ઓએનજીસી મંચને મદદ કરે છે. તે અન્ય વહાણ ગ્રેટશિપ અંજલી દ્વારા સેવંદનશીલ ઈન્સ્ટોલેશન્સથી સુરક્ષિત સ્થળે લઈ જવાયું છે, એમ કુમારે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો