ક્રાઇમ:લાઉડસ્પીકર વિવાદ વચ્ચે રાજને જાનથી ખતમ કરવાની ધમકી

મુંબઈ6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મનસે પ્રમુખનો વાળ પણ વાંકો થશે તો મહારાષ્ટ્ર સળગી ઊઠશેઃ નાંદગાવકર

મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે)ના પ્રમુખ રાજ ઠાકરેને લાઉડસ્પીકરના વિવાદ વચ્ચે ધમકીભર્યો પત્ર મળ્યો છે. મનસે નેતા બાળા નંદગાંવકરે બુધવારે કહ્યું કે રાજ ઠાકરેને એક પત્ર મળ્યો છે, જેમાં તેમને અને મને જાનથી ખતમ કરવાની ધમકી આપવામાં આવી છે. પત્ર ઉર્દૂમાં લખાયો છે. જો અમારા પ્રમુખને કશું પણ થશે તો મહારાષ્ટ્ર સળગી ઊઠશે એવો ઈશારો પણ તેમણે આપ્યો હતો. નાંદગાંવકર બુધવારે મહારાષ્ટ્રના ગૃહમંત્રી દિલીપ વલસે પાટીલને મળ્યા હતા અને ધમકીભર્યા પત્રની જાણકારી આપી હતી. અમારી માગણી છે કે રાજ્ય અને કેન્દ્ર સરકારે રાજ ઠાકરેની સુરક્ષાની નોંધ લેવી જોઈએ.

આ અંગે ગૃહમંત્રીને મળ્યો અને ગૃહમંત્રીએ વિશે પોલીસ કમિશનરને જાણ કરી છે, એમ નાંદગાવકરે જણાવ્યું હતું. રાજ ઠાકરેએ રાજ્યના મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરેને લાઉડસ્પીકર વિવાદના સંબંધમાં મનસે કાર્યકરો સામે પોલીસ કાર્યવાહી અંગે ચેતવણી આપ્યાના એક દિવસ બાદ આ નવો વિવાદ બહાર આવ્યો છે. મેં તમામ દેશવાસીઓને મસ્જિદો પરથી લાઉડસ્પીકર હટાવવાની અપીલ કર્યા પછી, મહારાષ્ટ્ર રાજ્ય સરકાર જાણે અણસમજુ બની ગઈ હોય તેવું વર્તન કરી રહી છે. સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવેલા નિર્ણયોને અમલમાં મૂકવાની ચળવળ પહેલાં મનસે કાર્યકરોની 4 મેના રોજ ધરપકડ કરવામાં આવી હતી.

રાજ્યનાં વિવિધ શહેરોનાં પોલીસ સ્ટેશન દ્વારા 28,000 મનસે સૈનિકોને નોટિસ જારી કરવામાં આવી હતી, હજારોને તેમનાં શહેરોમાંથી તડીપાર કરવામાં આવ્યા હતા અને ઘણાને કેદ કરવામાં આવ્યા હતા, જે અન્યાયી છે, એમ ઠાકરેએ મહારાષ્ટ્રના મુખ્ય મંત્રીને લખેલા પત્રમાં જણાવ્યું હતું.શા માટે મસ્જિદો પરના લાઉડસ્પીકરને બંધ કરાતા નથી, જે અવાજનું પ્રદૂષણ પેદા કરે છે અને લોકોને ખલેલ પહોંચાડે છે! છેલ્લા એક અઠવાડિયામાં, મને આશ્ચર્ય થયું છે કે રાજ્ય સરકાર મહારાષ્ટ્રમાં મનસે સૈનિકોને દબાવવા માટે પોલીસ બળનો ઉપયોગ કરી રહી છે, મસ્જિદોમાં છુપાયેલા હથિયારો અને આતંકવાદીઓને શોધવા રાજ્ય સરકાર અથવા પોલીસે ક્યારેય આવું ઓપરેશન કર્યું છે? એવો પ્રશ્ન પણ તેમણે કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...