તપાસ:એક કંપનીના ડાયરેક્ટરને 1 કરોડની ખંડણીની ધમકી

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • સુરેશ પૂજારી વિરુદ્ધ વધુ એક ફરિયાદની તપાસ

મુંબઈ પોલીસે ખાનગી કંપનીના ડાયરેક્ટરની ફરિયાદ બાદ ગેંગસ્ટર સુરેશ પૂજારી વિરુદ્ધ ખંડણીના આરોપમાં એફઆઇઆર નોંધી છે અને ક્રાઈમ બ્રાન્ચે આ કેસની તપાસ શરૂ કરી છે. સુરેશ પૂજારી મુંબઈ પ્રદેશ અને કર્ણાટકમાં અનેક ખંડણીના કેસોમાં વોન્ટેડ છે. તેને 15 વર્ષથી વધુ સમય સુધી ફરાર રહ્યા બાદ તાજેતરમાં ફિલિપિન્સથી ભારતમાં મોકલવામાં આવ્યો હતો.

તાજેતરમાં એક કંપનીના ડાયરેક્ટર કે જે લોનની વસૂલાતના વ્યવસાયમાં છે તેણે સુરેશ પૂજારી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદીએ આક્ષેપ કર્યો હતો કે સુરેશ પૂજારીએ આ વર્ષે માર્ચમાં તેને ફોન કરીને રૂ. 1 કરોડની માગણી કરી હતી અને જો તે પૈસા નહીં આપે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.ફરિયાદના આધારે પોલીસે પૂજારી વિરુદ્ધ એફઆઇઆર નોંધી છે.

આ કેસને તપાસ માટે મુંબઈ ક્રાઈમ બ્રાન્ચના એન્ટી એક્સટોર્શન સેલ (એઇસી)ને ટ્રાન્સફર કરવામાં આવ્યો છે. સુરેશ પૂજારી વિદેશમાં નાસી ગયા પછી, મહારાષ્ટ્ર એન્ટી-ટેરરિઝમ સ્ક્વોડ (એટીએસ)એ ગયા અઠવાડિયે દિલ્હીમાં તેની કસ્ટડી લીધી હતી અને પાડોશી થાણે શહેરમાં તેની સામે નોંધાયેલા કેસોના સંબંધમાં તેને મુંબઈ લાવવામાં આવ્યો હતો.ગેંગસ્ટર હાલ ખંડણીના કેસમાં એટીએસની કસ્ટડીમાં છે. ઉલ્લેખનીય છે કે, તે મુંબઈ નજીક થાણે, કલ્યાણ, ઉલ્હાસનગર અને ડોમ્બિવલીમાં ખંડણીના કેસમાં વોન્ટેડ હતો.

અન્ય સમાચારો પણ છે...