તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Mumbai
  • Threat Of Third Wave Rises In Mumbai, Children Affected In Agripadi, Now 18 Children Of Chembur Children's Home Positive

કોરોના અપડેટ:મુંબઈમાં ત્રીજી લહેરનો ખતરો વધ્યો, આગ્રીપાડીમા બાળકો અસરગ્રસ્ત, હવે ચેમ્બુર ચિલ્ડ્રન હોમના 18 બાળકો કોરોના પોઝિટિવ

મુંબઈ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

કોરોનાની ત્રીજી લહેરનો ડર માથે ઝળુંબી રહ્યો છે ત્યારે મુંબઈ અને આસપાસમાં ઉપરાછાપરી બાળકો અસરગ્રસ્ત થતા હોવાની માહિતી બહાર આવતાં પ્રશાસન ચિંતામાં છે. આગ્રીપાડા, ઉલ્હાસનગર બાદ હવે ચેમ્બુર ચિલ્ડ્રન હોમમાં 18 બાળકો કોરોના પોઝિટિવ આવ્યા હોવાની વાત બહાર આવી છે. મહાપાલિકાના નાયબ જનસંપર્ક અધિકારી તાનાજી કાંબળેએ આપેલી માહિતી અનુસાર વી એન પુરવ માર્ગ, અણુશક્તિ નગર બસ ડેપોની સામે આવેલા ચેમ્બુર ચિલ્ડ્રન હોમમાં કુલ 102 બાળકો છે, જેમાંથી 25 ઓગસ્ટે 1 બાળકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, જેને શતાબ્દિ હોસ્પિટલમાં દાખલ કરાયો હતો.

આ પછી 26 ઓગસ્ટે 2 બાળકોના રિપોર્ટ પોઝિટિવ આવતાં શતાબ્દિ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. આ પછી મહાપાલિકાનીટીમ દ્વારા તમામ બાળકોનો એન્ટીજન અને આરટીપીસીઆર ટેસ્ટ કરાતાં વધુ 15 બાળકો પોઝિટિવ મળી આવ્યા છે. આ બધા બાળકો પર હવે વિડિયોકોન અતિથિ કોવિડ સેન્ટરમાં સારવાર ચાલી રહી છે અને તેઓ જોખમથી બહાર છે. નોંધનીય છે કે બે દિવસ પૂર્વે ઉલ્હાસનગર કેમ્પ નં. 5માં સરકારી બાળ સુધારગૃહમાં રહેતા 14 બાળકોનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો છે. તેમાં ચાર દિવ્યાંગ બાળકોનો પણ સમાવેશ થાય છે.

આ બધા બાળકોને તહેસીલદાર કાર્યાલય નજીકના કોવિડ સેન્ટરમાં ઉપચાર માટે દાખલ કરવામાં આવ્યા છે.આ બાળ સુધારગૃહમાં અનાથ અને ગુમ થયેલા બાળકોને આશ્રય આપવામાં આવે છે. આ ઠેકાણે 13 અને 17 વયવર્ષના 25 બાળકો છે. તેમાંથી 14 બાળકોને ગુરુવાર અને શુક્રવાર એમ બે દિવસ તાવ, ખાંસી અને ઊલટીની તકલીફ થવા લાગી હતી. તે સમયે સુધારગૃહમાં આવતા ડોક્ટરોએ આ બાળકોને કોરોના તો લાગુ થયો નથી ને તેની ખાતરી કરવા માટે સેન્ટ્રલ સરકારી હોસ્પિટલમાં તેમને લઈ ગયા હતા. અહીં તેમની પર એન્ટીજન ટેસ્ટ કરવામાં આવી હતી. તેમાં 14 બાળકોનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો છે. તેમને સૌમ્ય લક્ષણો છે.

આ સપ્તાહમાં આગ્રીપાડા ખાતે સેન્ટ જોસેફ બોર્ડિંગ સ્કૂલ અને અનાથ આશ્રમના બે બાળકોને કોવિડનું નિદાન થયું હતું. આ પછી મહાપાલિકાના ઈ વોર્ડ દ્વારા આ અનાથ આશ્રમમાં કોરોના તપાસ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં કર્મચારીઓ સહિત 95 જણની તપાસ કરવામાં આવી હતી. તેમાંથી 22 જણને કોવિડનું નિદાન થયું હતું.

તેમાં 12થી ઓછી ઉંમરના 4 બાળકો છે, જેમને નાયર હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે, જ્યારે અન્યોને ભાયખલા સ્થિત રિચર્ડસન એન્ડ ક્રુડાસ જમ્બો કોવિડ સેન્ટરમાં દાખલ કરાયા છે. આમાં 11 જણ 12થી 18 વયવર્ષના છે, જ્યારે 7 પુખ્ત છે, એવી માહિતી મહાપાલિકાના નાયબ જનસંપર્ક અધિકારી તાનાજી કાંબળેએ ગુરુવારે આપી હતી. આ પછી મહાપાલિકા દ્વારા અનાથ આશ્રમને સીલ કરી દેવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...