હાલાકી:મોતિયાનું ઓપરેશન કરાવવા માટે હજારો દર્દીઓ પ્રતીક્ષામાં

મુંબઇ8 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવી - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવી

રાજ્યની સંપૂર્ણ આરોગ્ય યંત્રણા કોરોનાની સારવારમાં હોવાથી મોતિયો પાકી ગયેલા હજારો દર્દીઓ ઓપરેશનની પ્રતીક્ષા છે. તેમનું ઓપરેશન સમયસર ન થયું તો અંધત્ત્વ આવે એવી શક્યતા છે. એમાં ગ્રામીણ ભાગોમાં દર્દીઓની સંખ્યા મોટી છે. સરકારે આ પ્રશ્ન પર ગંભીરતાથી જોવું જરૂરી હોવાનું આરોગ્ય વ્યવસ્થાના નેત્ર નિષ્ણાતોનું જણાવવું છે.

રાજ્યમાં હજારો દર્દીઓમાં મોતિયો પાકી ગયો હોવાથી તેમું ઓપરેશન થવું જરૂરી છે. નેત્ર અધિકારીઓને કોરોનાના કામની જવાબદારી સોંપી હોવાથી આરોગ્ય વિભાગની હોસ્પિટલોમાં આંખના ઓપરેશન લગભગ બંધ છે. ખાનગી હોસ્પિટલમાં જઈને સારવાર કરાવવું પરવડે એમ ન હોવાથી સરકારી હોસ્પિટલમાં જઈને આંખનું ઓપરેશન થશે ત્યારે એ કરાવ્યા વિના આ દર્દીઓ પાસે બીજો વિકલ્પ નથી. એમાં અનેક વખત ઝાંખુ દેખાતું હોવાથી વૃદ્ધ લોકો ઘરની બહાર નીકળે તો અકસ્માત થવાની શક્યતા હોવાનું નેત્ર નિષ્ણાતો જણાવે છે.

કોરોનાને લીધે મોતિયાના ઓપરેશન માટે દર્દીઓ આવવા તૈયાર થતા નથી. મોતિયાનું ઓપરેશન ઝડપી ઓપરેશન ન હોવાથી તેમ જ કોરોના માટે નેત્ર અધિકારીઓ અનેક ઠેકાણે કામ કરતા હોવાથી મોતિયાના ઓપરેશન ધીમા પડ્યા છે. જ્યાં જરૂરી છે ત્યાં જ આ ઓપરેશન કરવામાં આવે છે એમ આરોગ્ય વિભાગના સહસંચાલક ડો. પદ્મજા જોગેવારે જણાવ્યું હતું. બંને આંખોમાં મોતિયો ધરાવતા દર્દીઓની માહિતી લેવાનું કામ 685 નેત્ર અધિકારીઓ કરી રહ્યા છે. આવા દર્દીઓને શોધીને તેમનું ઓપરેશન કરવામાં આવે છે. અત્યારે 10,000 દર્દીઓનું ઓપરેશન થવું અપેક્ષિત છે. મોડેથી ઓપરેશન થાય તો ઓપરેશન કોમ્પ્લીકેટેડ બને છે અને દર્દીને સાજા થવામાં ઘણો સમય લાગે છે એમ મેડિકલ શિક્ષણ સંચાલક ડો. તાત્યારાવ લહાનેએ જણાવ્યું હતું.

કોરોના પહેલાં સાડા સાત લાખ ઓપરેશન
રાજ્યમાં વર્ષેદહાડે થતા સાડા સાત લાખ લોકો મોતિયાના ઓપરેશનમાં આરોગ્ય વિભાગની હોસ્પિટલોના 90,000 અને સરકારી મેડિકલ કોલેજના 50,000 ઓપરેશનનો સમાવેશ છે. ચેરિટી હોસ્પિટલોમાં 2,00,000 અને ખાનગી હોસ્પિટલોમાં લગભગ અઢી લાખની આસપાસ ઓપરેશન કરવામાં આવે છે. છેલ્લા એકાદ વર્ષમાં મોટા ભાગની ખાનગી હોસ્પિટલો
બંધ હતી.

અન્ય સમાચારો પણ છે...