તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફતવો:મુંબઈમાં આવનારને હવે 14 દિવસ ફરજિયાત ક્વોરન્ટીન કરી દેવાશે

મુંબઈએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • બિહારના એસપી તિવારીના મામલામાં વિવાદ પછી નવો ફતવો બહાર પડાયો

અભિનેતા સુશાંતસિંહ રાજપૂત કેસની તપાસમાં માર્ગદર્શન કરવા આવેલા બિહાર પોલીસના એસપી વિનય તિવારીને મુંબઈ એરપોર્ટ પર ઊતરતાં જ 8 દિવસ માટે ક્વોરન્ટીન કરતાં ઊભા થયેલા વિવાદ પછી મહાપાલિકાએ શુક્રવારે નવો ફતવો જારી કર્યો હતો, જેના હેઠળ મુંબઈમાં આવતા પ્રવાસીઓને હવે ફરજિયાત 14 દિવસ ક્વોરન્ટીનમાં રહેવું પડશે.

હવે પછી મુંબઈમાં આવનારા દરેક નાગરિકોને 14 દિવસ હોમ ક્વોરન્ટીન થવાનું ફરજિયાત બનાવવામાં આવ્યું છે. ખાસ કરીને ઘણા બધા સરકારી અધિકારીઓ મુંબઈ બહારથી આવ્યા પછી તેમના ઓળખપત્ર બતાવીને જ્યાં ત્યાં બહાર નીકળી પડે છે. આવા અધિકારી કે કર્મચારીઓએ હવે અગાઉથી પરવાનગી લેવાની રહેશે. તેમણે બે દિવસ પૂર્વે મહાપાલિકાને વિનંતી કરવી પડશે, જે પછી જ તેઓ બહાર નીકળી શકશે. અન્યથા તેમણે પણ ફરજિયાત હોમ ક્વોરન્ટીનમાં રહેવાનું રહેશે, એવી સ્પષ્ટતા કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...