કાર્યવાહી:ઉત્તર ગોવામાં થર્ટીફર્સ્ટે ડ્રગ્સનો પુરવઠો કરનારી મહિલાની ધરપકડ

મુંબઈ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • બે મહિલાની ધરપકડમાં વિદેશી નાગરિકોની સંડોવણી

ઉત્તર ગોવામાં નવા વર્ષની પૂર્વસંધ્યાએ વિવિધ ડ્રગ્સનો પુરવઠો કરનારી બે મહિલા તસ્કરોની નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (એનસીબી) દ્વારા ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓ પાસેથી લાખ્ખોનું ડ્રગ્સ પણ જપ્ત કરવામાં આવ્યું છે. એમડીએમએ અને અન્ય નાર્કોટિક્સની તસ્કરી સંબંધે વિશ્વસનીય માહિતી મળતાં એનસીબી ગોવા સબ ઝોન અને મુંબઈ ઝોન દ્વારા 31 ડિસેમ્બરે સાંજે 7.00 વાગ્યે ગોવાના બારડેઝ ખાતે સિયોલિમ વાડીમાં બે મહિલાની ધરપકડ કરવામાં આવી હતી. તેમની પાસેથી 1,030 કિલો મારિજુઆના, 49 ગોળીઓ, 25 ગ્રામ એમ્ફિટામાઈન, 2.2 ગ્રામ કોકેઈન, 1 ગ્રામ એમડીએમએ પાઉડર અને એક સ્કૂટર જપ્ત કરવામાં આવ્યા છે, એમ એનસીબી મુંબઈમાં ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડેએ જણાવ્યું હતું.

આરંભિક તપાસમાં એવી માહિતી બહાર આવી છે કે એક ગોવાની મહિલા ડ્રગ સિન્ડિકેટ ચલાવતી અન્ય એક નાઈજીરિયન મહિલા વતી એમડીએમએ અને અન્ય ડ્રગ્સનો પુરવઠો કરતી હતી. વિદેશી નાગરિકો સહિત સિન્ડિકેટના અન્ય તસ્કરો વિશે પણ માહિતી મળી છે. તેમની ધરપકડ કરવા માટે પ્રયાસ ચાલુ છે. આ સિન્ડિકેટ ઉત્તર ગોવામાં નવા વર્ષની પૂર્વસંધ્યાએ ગ્રાહકોને વિવિધ ડ્રગ્સનો પુરવઠો કરવામાં સક્રિય હતી. બંને મહિલાઓની ધરપકડ કરીને કોર્ટમાં હાજર કરાતાં 14 દિવસ સુધી ન્યાયિક કસ્ટડી આપવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...