તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આદેશ:થર્ટીફર્સ્ટે સાંસ્કૃતિક કાર્યક્રમ, સરઘસ, ફટાકડા ફોડવા પર પ્રશાસન દ્વારા બંધી

મુંબઈ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર
 • રાજ્યમાં 5 જાન્યુઆરી, 2021 સુધી રાત્રે 11થી સવારે 6 વાગ્યા સુધી રાત્રિ કર્ફ્યુ

મદદ અને પુનર્વસન વિભાગે એક આદેશ અંતર્ગત રાજ્યમાં 5 જાન્યુઆરી, 2021 સુધી રાત્રે 11થી સવારે 6 વાગ્યા સુધી રાત્રિ કરફ્યુ લાદ્યો છે. કોરોનાને લીધે ઉદભવેલી સંક્રમણની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અને ઉપરના આદેશમાં આપવામાં આવેલી સૂચનાઓને ધ્યાનમાં લેતાં 31 ડિસેમ્બર, 2020 અને નવા વર્ષનું સ્વાગત એકદમ સાદગીથી કરવાનું અપેક્ષિત છે. આ દષ્ટિથી ગૃહ વિભાગે નવી માર્ગદર્શક સૂચનાઓ જારી કરી છે. નવી સૂચના સૂચના અનુસાર 31 ડિસેમ્બરે આખો દિવસ કરફ્યુ નહીં હોવા છતાં વીતતાં વર્ષને અલવિદા કરવા અને 1 જાન્યુઆરીના નવા વર્ષનું સ્વાગત નિમિત્તે નાગરિકોને ઘરમાંથી બહાર નહીં નીકળતાં સાદગીથી નવા વર્ષનું સ્વાગત ઘરમાં રહીને સાદગીથી ઉજવણી કરવા સૂચના આપવામાં આવી છે.

31 ડિસેમ્બરે નાગરિકોએ સમુદ્રકિનારે, બાગબગીચા, રસ્તાઓ અને જાહેર સ્થળો ખાતે મોટી સંખ્યામાં ભેગા નહીં થતાં સોશિયલ ડિસ્ટન્સિંગ રહે અને માસ્ક અને સેનિટાઈઝરનો ઉપયોગ થાય તેનું વિશેષ ધ્યાન રાખવાનું રહેશે.ખાસ કરીને મુંબઈના ગેટવે ઓફ ઈન્ડિયા, મરીન લાઈન્સ ગિરગાવ ચોપાટી, જુહુ ચોપાટી સહિત રાજ્યનાં મોટાં શહેરોમાં પણ અનેક ઠેકાણે નાગરિકોની ગિરદી થતી હોય છે. તેને ધ્યાનમાં લેતાં કોરોનાનું સંક્રમણ જોતાં નાગરિકોએ આરોગ્યની દષ્ટિથી પોતાની કાળજી લેવાનું આવશ્યક છે.

કોરોનાની પાર્શ્વભૂમાં 60 વર્ષથી વધુ ઉંમરના નાગરિકોને અને 10 વર્ષથી ઓછી ઉંમરના બાળકોની સુરક્ષા અને આરોગ્યની દષ્ટિથી તેમણે શક્યતઃ ઘરમાં જ રહેવું જોઈએ.નવા વર્ષના સ્વાગત નિમિત્તે કોઈ પણ રીતે ધાર્મિક, સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન નહીં કરવું જોઈએ અને સરઘસ કાઢવામાં નહીં આવવું જોઈએ. નવા વર્ષના પ્રથમ દિવસે મોટા ભાગના નાગરિકો ધાર્મિક સ્થળે જતા હોય છે. આવા સમયે તે ઠેકાણે એક જ સમયે ભીડ નહીં કરતાં સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવું.

આ જ રીતે સંબંધિતોના આરોગ્ય અને સ્વચ્છતાની દષ્ટિથી યોગ્ય સાવધાનીની ઉપાયયોજનાઓ કરવાની રહેશે.ફટાકડાની આતશબાજી નહીં કરવી. ધ્વનિપ્રદૂષણના નિયમોનું સખતાઈથી પાલન કરવું જોઈએ. કોરોનાના સંક્રમણને રોકવા માટે સરકારે મદદ અને પુનર્વસન, આરોગ્ય, પર્યાવરણ, તબીબી શિક્ષણ વિભાગ અને સંબંધિત મહાપાલિકા, સ્થાનિક પ્રશાસનને નિયમોનું સખતાઈથી પાલન થાય તેની ખાતરી રાખવાની જવાબદારી સોંપવામાં આવી છે.

વ્હોટ્સ ગોઈંગ ઓન પૂછવું ના પડેઃ પોલીસ
ડર, નિરાશા અને દુખથી વ્યાપ્ત આ વર્ષને વિદાય આપવા અને નવા વર્ષના સ્વાગત માટે બધા સજ્જ થયા છે. નવા વર્ષમાં મુંબઈ ફરી એક વખત પૂરપાટ દોડશે એવી આશામાં મુંબઈગરાઓ પણ નવા વર્ષના સ્વાગત માટે આતુર થયા છે. જોકે કોરોનાનું સંકટ હજી પૂરી રીતે ટળ્યું નથી એનો અહેસાસ કરાવતા મુંબઈ પોલીસે નાગરિકોને તકેદારી રાખવાની હાકલ કરી છે. નાતાલ અને નવા વર્ષની પાર્શ્વભૂમિ પર મહત્ત્વના શહેરોમાં નાઈટ કર્ફ્યૂ લાગુ કરવામાં આવ્યો છે. મુંબઈ પોલીસે એની યાદ કરાવી છે. સુરક્ષાને સલામ નમસ્તે કહો, કોરોનાને નહીં. રાતના 11 વાગ્યા પહેલાં પાર્ટી પૂરી કરજો. અમને વોટ્સ ગોઈંગ ઓન એમ પૂછવાનો મોકો ન આપતા એવી હાકલ મુંબઈ પોલીસે કરી છે.

ડ્રોનથી નજર રખાશે
દરમિયાન થર્ટીફર્સ્ટે મનાઈ છતાં ઘણા લોકો બહાર નીકળી આવે અને મહત્ત્વનાં સ્થળે ભેગા થશે એવી શક્યતાને ધ્યાનમાં લેતાં ભીડ ટાળવા માટે 35,000 પોલીસે ખડેપગે સેવા બજાવશે. ઉપરાંત ઠેર ઠેર ડ્રોનથી પણ પોલીસો નાગરિકોની ગતિવિધિઓ પર નજર રાખશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો