નિવેદન:દશેરા, દિવાળી પછી રાજ્યમાં ત્રીજી લહેરની શક્યતા છે : આરોગ્ય મંત્રી

મુંબઈ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મંદિરો શરૂ પણ હજુ કોરોનાનું સંકટ ખતમ થયું નથી

રાજ્યભરમાં ગુરુવારથી મંદિરો શરૂ કરવામાં આવ્યાં છે. જોકે હજુ પણ કોરોનાનું સંકટ ખતમ થયું નથી. દશેરા, દિવાળી પછી રાજ્યમાં બીજી લહેર આવવાની શક્યતા છે, એમ આરોગ્યમંત્રી ડો. રાજેશ ટોપેએ જણાવ્યું હતું. દશેરા, દિવાળી પછી કોરોનાની ત્રીજી લહેરની શક્યતા છે. તે જોતાં રાજ્યમાં વિશેષ રસીકરણ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે, જેથી આરોગ્ય પર વધુ ગંભીર અસર નહીં થાય, એમ ટોપેએ જણાવ્યું હતું. મુસ્લિમ બાંધવોનું મોટે પાયે રસીરણ થયું છે. માલેગાવ જેવાં અમુક સ્થળે રસીકરણ ઓછું થયનુપં દેખાઈ રહ્યું છે. જોકે આ ઠેકાણે પણ ધર્મગુરુ, મૌલવી, સામાજિક સંસ્થાનો સહયોગ લઈને રસીકરણ કરવામાં આવશે, એમ પણ તેમણે જણાવ્યું હતું.

દોઢેક વર્ષથી બંધ મંદિરો હવે ખૂલી ગયાંછે. મંદિરો બાબતની નિયમાવલીનું બધાએ પાલન કરવાનું જરૂરી છે. મંદિરોને પણ આ અંગે સૂચનાઓ આપવામાં આવી છે. આમ છતાં શુક્રવારથી રાજ્યમાં મિશન કવચ કુંડલ શરૂ કરવામાં આવશે. ૮ ઓક્ટોબરથી ૧૪ ઓક્ટોબર સુધી મિશન કવચ કુંડલ ચાલુ રહેશે. ૧૫ ઓક્ટોબર સુધી રસીકરણ પૂરું કરવાનું લક્ષ્ય કેન્દ્ર સરકારે આપ્યું છે.

આથી રસીકરણ મોટે પાયે હાથમાં લેવામાં આવશે. રાજ્યમાં ક્યાંય રસી ઓછી નહીં પડે તેનું ધ્યાન રખાશે. રાજ્યમાં રોજ ૧૫ લાખ રસીકરણ કરવામાં આવી રહ્યું છે. હાલમાં અમારી પાસે એક કરોડ રસી છે. આ વખતે પ્રથમ ડોઝને અગ્રતા આપવામાં આવશે, એમ પણ તેમણે જણાવ્યું હતું.

મૃત્યુ દર રોકવામાં સફળતા
રાજ્યમાં મૃત્યુ દર રોકવામાં સફળતા મળી છે. આ માટે ઝુંબેશ હાથમાં લેવામાં આવી છે. આરોગ્ય વિભાગના અધિકારીઓ સાથે આ અંગે ચર્ચા થઈ ચૂકી છે. કોરોનાની પરિસ્થિતિનો કયાસ મેળવીને તેમને યોગ્ય સૂચના આપવામાં આવી છે. આ ઝુંબેશમાં સરકાર ઉપરાંત અમે એનજીઓ, સામાજિક સંસ્થાઓને પણ સામેલ કરી લેવાના છીએ. આ જ રીતે સેક્સ વર્કર્સ માટે પણ વિશેષ ઝુંબેશનો અમલ કરવામાં આવશે, એમ તેમણે જણાવ્યું હતું.

મૃત્યુ પામેલાના સંબંધીઓને સહાય
કોવિડને લીધે મૃત્યુ પામ્યા હોય તેમના સંબંધીઓના ખાતામાં રૂ. ૫૦,૦૦૦ની રકમ જમા કરાશે. એસડીઆરએફના ભંડોળમાંથી આ મદદ કરવામાં આવશે. ૧.૪૦ લાખ લોકોનાં મૃત્યુ કોવિડથી થયાં છે. તેમના પરિવારને પ્રત્યેકી રૂ. ૫૦,૦૦૦ પ્રમાણે રૂ. ૭૦૦ કરોડની જરૂર પડશે. વારસદારોના ખાતામાં આ રકમ જમા કરાશે. વેબ પોર્ટલ બનાવીને તેની પર આ સૂચના આપવામાં આવશે. મ્યુકરમાયકોસિસને લીધે મૃત્યુ પામેલા દર્દીઓના સંબંધીઓને પણ મદદ અપાશે, એમ તેમણે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...