કાર્યવાહી:મુંબઈના રસ્તાઓના કામ પર થર્ડ પાર્ટી ઓડિટર નજર રાખશે

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કામમાં દોષ હશે તો સંબંધિત અધિકારી પર કાર્યવાહી કરવામાં આવશે

મુંબઈ મહાપાલિકાની સ્થાયી સમિતિમાં 1 હજાર 815 કરોડ રૂપિયાના રસ્તાના રિપેરીંગના કામને મંજૂરી આપવામાં આવી હતી. આ રસ્તાઓના કામનો દરજ્જો જાળવવા પ્રશાસને ઓડિટરની નિયુક્તી કરવાનો નિર્ણય લીધો છે. રસ્તાના કામમાં દોષ જણાશે તો સંબંધિત અધિકારી પર જવાબદારી નિશ્ચિત કરીને તેના પર કાર્યવાહી કરવા બાબતે પણ નિર્ણય લેવામાં આવે એવો નિર્દેશ અધ્યક્ષ યશવંત જાધવે આપ્યો હતો. સ્થાયી સમિતિની બેઠકમાં રસ્તા રિપેરીંગના કામના 40 પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યા હતા.

આ પ્રસ્તાવમાં અધુરી માહિતી હોવાનો વાંધો ભાજપના જૂથનેતા પ્રભાકર શિંદેએ ઉઠાવ્યો હતો. એપ્રિલ મહિનામાં મહાપાલિકાએ ટેંડર મગાવ્યા હતા ત્યારે 30 ટકા ઓછા દરથી ટેંડર રજૂ થયા એટલે એને રદ કરવામાં આવ્યા. હંમણા પણ 16 થી 27 ટકા ઓછા દરથી કામના પ્રસ્તાવ આવ્યા છે. એટલે કામમાં દરજ્જો જળવાશે કે નહીં એવો પ્રશ્ન તેમણે ઉપસ્થિત કર્યો હતો. તેમ જ આ પ્રસ્તાવોમાં કામ બાબતે પૂરી માહિતી નથી. કયા રસ્તાઓનું રિપેરીંગ થશે, એના દરેક સ્કવેર મીટર દીઠ કેટલો ખર્ચ થશે અને બીજી માહિતી ન હોવાથી આ પ્રસ્તાવ રાખી મૂકવા. આગામી અઠવાડિયે માહિતી આવ્યા પછી પ્રસ્તાવ પર નિર્ણય લેવો એવો માગણી શિંદેએ કરી હતી.

જવાબદારી નિશ્ચિત કરીને કાર્યવાહી
રસ્તાઓનું રિપેરીંગ યોગ્ય પદ્ધતિથી થતું ન હોવાથી નગરસેવકોએ નાગરિકોના રોષનો સામનો કરવો પડે છે એવી નારાજગી સર્વપક્ષીય સભ્યોએ વ્યક્ત કરી હતી. એના પર બોલતા રસ્તા રિપેરીંગનો દરજ્જો જાળવવો જ જોઈએ. જો આ કામ યોગ્ય પદ્ધતિથી થતું ન હોય તો એની જવાબદારી નિશ્ચિત કરવી જોઈએ. આ કામ પર ધ્યાન રાખવાની જવાબદારી જે અધિકારીની છે તેની જવાબદારી નિશ્ચિત કરીને તેના પર કાર્યવાહી કરવી જોઈએ એવો નિર્દેશ યશવંત જાધવે આપ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...