ભાસ્કર વિશેષ:ત્રીજી દા વિન્સી રોબોટિક સર્જિકલ સિસ્ટમ સેવા રજૂ

મુંબઈ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વિવિધ સ્પેશિયાલિટીઝમાં 4500થી વધારે રોબોટિક સર્જરીઓ પૂર્ણ કરાઈ

કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલ, મુંબઈએ એની ત્રીજી દા વિન્સી રોબોટિક સર્જિકલ સિસ્ટમની સેવાઓ પ્રસ્તુત કરવાની જાહેરાત કરી હતી, જે તેને દેશમાં ત્રણ દા વિન્સી રોબોટ ધરાવતી પ્રથમ અને એકમાત્ર હોસ્પિટલ બનાવે છે. જૂન, 2012માં દા વિન્સી રોબોટિક સિસ્ટમ મારફતે રોબોટિક સર્જરી પ્રસ્તુત કરનારી દેશમાં પ્રથમ હોસ્પિટલ પૈકીની એક આ હોસ્પિટલે અત્યાર સુધી તમામ સ્પેશિયાલિટીઝમાં 4500થી વધારે રોબોટિક-આસિસ્ટેડ સર્જરીઓ પૂર્ણ કરી છે, જેમાં એડલ્ટ અને પીડિયાટ્રિક યુરોલોજી, ગાયનેકોલોજી, ઇએનટી અને બેરિયાટ્રિક સર્જરી તેમજ યુરો-ઓન્કોલોજી, ગાયનેકોલોજિકલ, હેડ અને નેક, લંગ અને ઓઇસોફેજિયલ તથા કોલોરેક્ટલ કેન્સર્સ માટે કેન્સરની સર્જરીઓ સામેલ છે.

હોસ્પિટલે દેશમાં પ્રોસ્ટેટ, કિડની અને યુરિનરી બ્લેડર કેન્સરના દર્દીઓની સારવાર કરવા માટે 2600થી વધારે રોબોટિક સર્જરીઓ પૂર્ણ કરવાનું નોંધપાત્ર સીમાચિહ્ન હાંસલ કર્યું છે. રોબોટિક સર્જરીમાં તાલીમબદ્ધ નિષ્ણાતો સાથે દર્દીઓ અને સર્જનો માટે મિનિમલી ઇન્વેસિવ સર્જરીના નવા માપદંડો સ્થાપિત કર્યા છે, પરંપરાગત ઓપન સર્જરીની મર્યાદાઓ દૂર કરે છે અને દા વિન્સી રોબોટિક સર્જિકલ પ્લેટફોર્મનો ઉપયોગ કરીને પરંપરાગત લેપરોસ્કોપિક પદ્ધતિઓની મર્યાદાઓનું સમાધાન કરે છે.

રોબોટિક સર્જરીના હેડ અને યુરો-ઓન્કોલોજીના કન્સલ્ટન્ટ ડૉ. ટી બી યુવરાજાએ કહ્યું હતું કે, “રોબોટિક સર્જરી પરંપરાગત સર્જરીની સરખામણીમાં ઘણા ફાયદાઓ સાથે સર્જિકલ નવીનતાના આગામી યુગનું પ્રતિનિધિત્વ કરે છે. આ દર્દીઓ માટે મુશ્કેલી યુરોલોજિકલ સર્જરીઓને સરળ અને સલામત બનાવે છે, જે વધારે સચોટ, ઓછો રક્તપ્રવાહ ધરાવતી અને લોહી ચઢાવવાની ઓછી જરૂરિયાત ધરાવતી, ઇન્ફેક્શનનું ઓછું જોખમ ધરાવતી, ઝડપી રિકવરી અને હોસ્પિટલમાં ઓછો સમય રહેવાની સુવિધા ધરાવે છે.

રોબોટિક સર્જરીમાં અમારો બહોળો અનુભવ અમને દર્દીઓ સારવાર કરવાની સુવિધા આપે છે, જ્યાં પરંપરાગત સર્જરી વિકલ્પ નથી અને જટિલ કેસોમાં પણ નવીન ટેકનિકોનો ઉપયોગ કરીને આપણને અતિ નાની જગ્યાઓમાં વધારે સચોટતા સાથે ઓપરેટ કરવાની સુવિધા આપે છે. આ ગર્વની બાબત છે કે, અમારું ઇનોવેટિવ કાર્ય સ્વીકાર્ય છે તથા ઘણા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મેડિકલ જર્નલમાં પ્રકાશિત થયું છે.”

લેપરોસ્કોપી અને ઓપન સર્જરીનું સ્થાન
અત્યારે રોબોટિક સર્જરી ઓછામાં ઓછી શસ્ત્રક્રિયા ધરાવતી સર્જરીમાં પસંદગીની પદ્ધતિ છે તથા ઘણા ક્ષેત્રોમાં પરંપરાગત લેપરોસ્કોપી અને ઓપન સર્જરીનું સ્થાન લે છે. વિવિધ કારણોસર ઓપન સર્જરી ન કરાવી શકે એવા દર્દીઓ માટે રોબોટિક સર્જરી અતિ લાભદાયક પણ પુરવાર થઈ છે અને સામાન્ય રીતે જટિલ સર્જરીઓ માટે ઉપયોગ થાય છે. રોબોટિક સર્જરી ઓટોમેટેડ સર્જિકલ સિસ્ટમ નથી, પણ માનવીય સર્જન દ્વારા રિમોટ-કન્ટ્રોલથી સંચાલિત છે.

અન્ય સમાચારો પણ છે...