તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભેદ ઉકેલાયો:સો.મિડીયા પર વાઈરલ વીડિયોથી ચોર ઝડપાયો, ઉલટ તપાસમાં અનેક લેપટોપ ચોરીનો ભેદ ઉકેલાયો

મુંબઈ4 મહિનો પહેલા
 • કૉપી લિંક

સોશિયલ મિડિયામાં વાઈરલ થયેલા એક વિડિયોને કારણે એક લેપટોપ ચોરને કલ્યાણ ક્રાઇમ બ્રાંચે ઝડપી લીધો હતો. તેની ઊલટતપાસ લેતાં અનેક લેપટોપ ચોરીનો ભેદ ઉકેલાયો છે. એક તરફ મુંબઇ અને તેની આસપાસ કલ્યાણમાં કોવિડ-19 રોગચાળાને કારણે જાહેર કરાયેલા લોકડાઉન દરમિયાન દુકાનો બંધ હતી. એ દરમિયાન એક ચોરટો લોકડાઉનનો ગેરફાયદો ઉઠાવીને બંધ પડેલી અનેક એાફિસોમાંથી લેપટોપની ચોરી કરવામાં વ્યસ્ત હતો. આરોપીને રોશન જાધવ તરીકે ઓળખી કાઢવામાં આવ્યો છે. તે વાંગણીનો રહેવાસી છે.

પોલીસના જણાવ્યા અનુસાર ડોંબિવલીમાં એક ડાન્સ એકેડેમીમાં જાધવે હાથ અજમાવ્યો હતો, પરંતુ તે દરમિયાન ઓફિસમાં લાગેલા સીસીટીવી ફૂટેજ કેમેરામાં તેનો ચહેરો કેદ થઇ ગયો હતો. આ એકેડેમીના સંચાલક યોગેશ પાટકરે ફૂટેજને સોશિયલ મિડિયા પર વાઇરલ કરી દીધું હતું.આ ફૂટેજ વાયરલ થઇ જતાં તે વિડિયો એક યુવકે ફેસબુક પર જોયો હતો અને તેમાં લેપટોપ ચોરી કરનાર જાધવને ઓળખતો હતો. આ જોઇને તેણે મિત્ર પાટકરનો સંપર્ક કર્યો અને એ પછી બંનેએ પોલીસને જાણ કરતાં ક્રાઇમ બ્રાંચના અધિકારી નીતિન મુકુમે જાળ બિછાવીને જાધવને ઝડપી તેની પાસેથી 10 લેપટોપ હસ્તગત કર્યા હતા. કલ્યાણ પોલીસે ઉલટ તપાસ કરતા અનેક લેપટોપ ચોરીનો ભેદ પણ ઉકેલાયો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો