તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિર્ણય:લોકલ, મેટ્રો, મોનોરેલમાં પ્રવાસ પર નિયંત્રણો રહેશે

મુંબઈ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • એક અરજી સંદર્ભે રાજ્ય સરકારનો જવાબ

મહારાષ્ટ્ર સરકારે મુંબઈ હાઈ કોર્ટને મંગળવારે જણાવ્યું હતું કે, કોવિડ -19 ના વધતા જતા કેસને ધ્યાનમાં લઈ મુંબઈમાં લોકલ ટ્રેનો, મેટ્રો અને મોનોરેલમાં લાદવામાં આવેલાં નિયંત્રણો ચાલુ રહેશે. રાજ્ય સરકાર તરફથી હાજર રહેલા સરકારી વકીલ કાકડેએ ન્યાયમૂર્તિ કે.કે. તાતેડ અને ન્યાયમૂર્તિ અભય આહુજાની ખંડપીઠને જણાવ્યું હતું કે હાલમાં ફક્ત આવશ્યક સેવાઓના કર્મચારીઓ અને રાજ્ય સરકારના કર્મચારીઓને ઉપનગરીય ટ્રેન સેવાઓ, મોનોરેલ અને મેટ્રો ટ્રેનોમાં પ્રવાસ કરવાની મંજૂરી છે.

ખંડપીઠ સહકારી બેંક કર્મચારી સંઘ (સીબીઇયુ) વતી દાખલ કરેલી અરજીની સુનાવણી કરી રહી હતી, જેમાં કામ માટે શહેરમાં લોકલ ટ્રેન, મેટ્રો અને મોનોરેલ દ્વારા મુસાફરી કરવાની મંજૂરીની વિનંતી કરવામાં આવી હતી.સીબીઇયુ વતી વકીલ એ.એસ. પીરઝાદા હાજર હતા, પીરઝાદાએ સહકારી બેંકોના કર્મચારીઓને જરૂરી બેંક સેવાઓ હેઠળ ટ્રેનોમાં મુસાફરી કરવાની મંજૂરી આપવા હાઈ કોર્ટને વિનંતી કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, કોરોનાની પ્રથમ લહેર દરમિયાન રેલવે અને રાજ્યના અધિકારીઓએ સહકારી અને ખાનગી બેંક અધિકારીઓને સપ્ટેમ્બર 2020માં સ્થાનિક ટ્રેનો, મેટ્રો અને મોનોરેલમાં મુસાફરી કરવાની મંજૂરી આપી હતી. હાલમાં ફક્ત રાષ્ટ્રીયકૃત બેંકોના કર્મચારીઓને સ્થાનિક ટ્રેનોનો ઉપયોગ કરવાની મંજૂરી છે.

અન્ય સમાચારો પણ છે...