તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિર્ણય:કોવિડની સ્થિતિ સુધી પ્રોપર્ટી ટેક્સમાં કોઈ વધારો નહીં કરાય

મુંબઈ3 મહિનો પહેલા
  • કૉપી લિંક

કોવિડકાળમાં મુંબઈગરા પહેલેથી જ આર્થિક ભીંસમાં છે ત્યારે મહાપાલિકા દ્વારા પ્રોપર્ટી ટેક્સમાં વધારો નહીં કરવાનો નિર્ણય લઈને મોટો દિલાસો આપવામાં આવ્યો છે. કોવિડની સ્થિતિ રહેશે ત્યાં સુધી પ્રોપર્ટી ટેક્સમાં વધારો નહીં કરવામાં આવશે એવું આશ્વાસન મહાપાલિકા દ્વારા આપવામાં આવ્યું છે.લોકડાઉનને લીધે આવક ઓછી થતાં મહાપાલિકા દ્વારા પ્રોપર્ટી ટેક્સમાં અધધધ 14 ટકા વધારો કરવાનો વિચાર ચાલતો હતો. જોકે હવે મેયર કિશોરી પેડણેકરે જણાવ્યું છે કે મુંબઈમાં કોવિડની સ્થિતિ ચાલુ રહેશે ત્યાં સુધી પ્રોપર્ટી ટેક્સમાં કોઈ વધારો નહીં કરાશે. આ સ્થિતિ કેટલો સમય રહેશે તે અમે જાણતા નથી, પરંતુ ત્યાં સુધી પ્રોપર્ટી ટેક્સ વધારીને મુંબઈગરાનો બોજ વધારવો નથી, એમ તેમણે જણાવ્યું હતું.

અગાઉ પ્રોપર્ટી ટેક્સમાં વધારા અંગેની માહિતી મળતાં ફેડરેશન ઓફ રિટેઈલ ટ્રેડર્સ વેલફેર એસોસિયેશનના પ્રમુખ વિરેન શાહે મહાપાલિકા કમિશનરને પત્ર લખીને વિરોધ નોંધાવ્યો હતો. મહાપાલિકા દ્વારા રેડી રેકનરના દર પરથી પ્રોપર્ટી ટેક્સનો દર નક્કી કરવામાં આવે છે, પરંત મહામારીને લીધે ઘણા બધા વિસ્તારોમાં પ્રોપર્ટીના ભાવો ઓછા થયા હોવાથી રેડી રેકનરમાં ભાવોમાં સુધારણા કરવી જોઈએ અને તે પછી તેને આધારે પ્રોપર્ટી ટેક્સનો ભાવ નક્કી કરવો જોઈએ, એવી માગણી તેમણે કરી હતી.

મહાપાલિકાને કેટલી આવક થાય છે : મુંબઈમાં આશરે 4.3 લાખ પ્રોપર્ટી માલિકો પાસેથી ટેક્સ જાય છે. વર્તમાન નાણાકીય વર્ષમાં 25 ફેબ્રુઆરી સુધી મહાપાલિકાના પ્રોપર્ટી ટેક્સના રૂપમાં રૂ. 2002 કરોડ મળ્યા હતા. ડિસેમ્બર 2020 સુધી ફક્ત રૂ. 738 કરોડ મળ્યા હતા. 2018-19માં રૂ. 5206 કરોડના લક્ષ્ય સામે ફક્ત રૂ. 5082 કરોડની વસૂલી કરાઈ હતી. 2019-20માં રૂ. 5600 કરોડના લક્ષ્ય સામે રૂ. 4100 કરોડ જમા કરાયા હતા. 100 જેટલી કમર્શિયલ મિલકતો પાસેથી મહાપાલિકાને આશરે રૂ. 19,000 કરોડનો પ્રોપર્ટી ટેક્સ લેવાનો નીકળે છે.

અન્ય સમાચારો પણ છે...