તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નિર્ણય:મુંબઈ સેંટ્રલ ટર્મિનસમાં વિવિધ સુવિધાઓવાળું પ્રતીક્ષાલય બનશે

મુંબઈ19 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • પ્રથમ વખત પ્રતીક્ષાલયમાં મસાજ અને સ્પાની સુવિધા ઉપલબ્ધ થશે

મુંબઈ સેંટ્રલ ટર્મિનસમાં પ્રવાસીઓ માટે મસાજ અને સ્પા, બુટ પોલીશ, મોબાઈલ ચાર્જિંગ સહિત વિવિધ સુવિધાઓવાળું આરામદાયક પ્રતીક્ષાલય ઊભું કરવામાં આવશે. પ્રથમ વખત જ પ્રતિક્ષાલયમાં મસાજ અને સ્પાની સુવિધા આપવામાં આવશે. એના માટે પ્રવાસીઓએ રૂપિયા ચુકવવા પડશે. પ્રતીક્ષાલયમાં બે કલાક માટે રૂ. 10 શુલ્ક લેવામાં આવશે એમ પશ્ચિમ રેલવેના અધિકારીએ જણાવ્યું હતું. આ પ્રતીક્ષાલય ટૂંક સમયમાં પ્રવાસીઓની સેવામાં ખુલ્લું મૂકવામાં આવશે.

એરપોર્ટની જેમ છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસમાં પ્રાયોગિક ધોરણે ઊભું થયેલા પ્રતીક્ષાલયને પ્રવાસીઓ તરફથી સરસ પ્રતિસાદ મળી રહ્યો હોવાનું ધ્યાનમાં આવ્યા પછી મધ્ય રેલવેએ દાદર, લોકમાન્ય ટિળક ટર્મિનસના રંગરૂપ બદલવાનો નિર્ણય લીધો છે. સીએસએમટીની જેમ જ આ સ્ટેશનોમાં પણ તમામ સુવિધાયુક્ત પ્રતીક્ષાલય ઊભું કરવાનો સંકલ્પ રેલવેએ લીધો છે. આ પ્રતીક્ષાલયો છ મહિનામાં ખુલ્લા મૂકવામાં આવશે. એમાં ઘણી સુવિધાઓ હશે.

પ્રતીક્ષાલય ઊભું કરવા 62 લાખનો ખર્ચ
પ્રતીક્ષાલય ઊભું કરવા અને સુવિધાઓ આપવા રૂ. 62 લાખ કરતા વધુ ખર્ચ થશે. પ્રતીક્ષાલયમાં પહેલાં બે કલાક માટે રૂ. 10 અને પછીના દરેક કલાક માટે રૂ. 10 લેવામાં આવશે. મસાજ અને સ્પા માટે પ્રવાસીએ એક કલાકના રૂ. 150 ચુકવવા પડશે. બુટ પોલીશ માટે રૂ. 20 અને મોબાઈલ ચાર્જિંગ માટે કલાકના રૂ. 10 લેવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો