નિર્ણય:નરિમાન પોઈન્ટથી કફ પરેડ સુધી સીલિન્ક બનશે

મુંબઈ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 1.6 કિમી લાંબા સીલિન્ક પર કુલ ચાર લેન હશે

મુંબઈ મહાનગર પ્રદેશ વિકાસ પ્રાધિકરણે (એમએમઆરડીએ) નરિમાન પોઈંટથી કફ પરેડ વચ્ચે ટ્રાફિક જામની સમસ્યા ઉકેલવા સીલિન્ક બાંધવાનો નિર્ણય લીધો છે. આગામી વર્ષે આ સીલિન્કના કામની શરૂઆત કરવાની દષ્ટિએ એમએમઆરડીએએ તૈયારીઓ શરૂ કરી છે.

એક સલાહકાર કંપનીએ 2007-08માં કોલાબા, નરિમાન પોઈંટ ખાતેનો ટ્રાફિક જામ દૂર કરવા નરિમાન પોઈંટથી કફ પરેડ વચ્ચે સીલિન્ક બાંધવાની સલાહ આપી હતી. એમએમઆરડીએએ આ પ્રકલ્પ શરૂ કરવા સરકાર પાસેથી મંજૂરી મેળવી હતી. પણ એ પછી આજ સુધી આ પ્રકલ્પનું કામ શરૂ થઈ શક્યું નહોતું. નરિમાન પોઈંટના પુનર્વિકાસ પ્રકલ્પને લીધે સીલિન્કના પ્રકલ્પનું વીંટુ વાળી દેવામાં આવ્યું. આ પ્રકલ્પ રખડી પડ્યો અને દસ-બાર વર્ષમાં આ પ્રકલ્પ શરૂ કરવાનો નિર્ણય લીધો.

આગામી વર્ષે આ પ્રકલ્પના કામની શરૂઆત થશે. આ 1.6 કિલોમીટર લાંબા સીલિન્ક પર કુલ ચાર લેન (આવવા માટે બે અને આવવા માટે બે) હશે. આ પ્રકલ્પની રૂપરેખા તૈયાર કરવાનું કામ ચાલુ છે. એ પછી કેટલો ખર્ચ થશે અને આ પ્રકલ્પ ચોક્કસ કેવો હશે એનું ચિત્ર સ્પષ્ટ થશે. જોકે હવે શક્ય એટલા વહેલાસર આ પ્રકલ્પના કામની શરૂઆત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

રૂપરેખા તૈયાર કરવાનું કામ
નરિમાન પોઈંટથી કફ પરેડ સીલિન્કના રૂપરેખા તૈયાર કરવાનું ચાલુ છે. એમાં રૂટ ક્યાંથી જશે અને કેવી રીતે જશે એ નક્કી કરવાનું કામ ચાલુ છે. એકંદરે પ્રકલ્પનુ કામ ચાલુ કરવા ઘણો સમય લાગશે. તેથી આવતા વર્ષે જ કામ ચાલુ થશે એવી માહિતી સંબંધિત વિભાગના અધિકારીએ આપી હતી.

અન્ય સમાચારો પણ છે...