તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શક્યતા:મુંબઈની નામાંકિત કોલેજમાં પ્રવેશ લેવા ઘણી રસાકસી થશે

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • મનગમતી કોલેજમાં પ્રવેશ માટે 95 ટકા પણ ઓછા પડે એવી શક્યતા

દસમા ધોરણના માર્ક્સના આધારે જ અગિયારમા ધોરણમાં પ્રવેશ આપવાના કોર્ટના આદેશને લીધે આ વખતે મુંબઈ, પુણે, નાગપુર સહિત અનેક ભાગોમાં અગિયારમા ધોરણમાં પ્રવેશ મેળવવા માટે વિદ્યાર્થીઓએ ઘણી રસાકસીનો સામનો કરવો પડશે. નામાંકિત કોલેજમાં પ્રવેશ મેળવવા 95 ટકા પણ ઓછા પડશે એવી શક્યતા છે. નવમા ધોરણના માર્ક્સ અને દસમા ધોરણના વર્ષમાં મેળવેલા ઈંટરનલ માર્ક્સના આધારે દસમા ધોરણનું પરિણામ ઐતિહાસિક 99.95 ટકા જાહેર થયું.

પણ અગિયારમા ધોરણમાં પ્રવેશ માટે સ્વતંત્ર પરીક્ષા લેવાના નિર્ણયને કારણે વધેલા પરિણામ પર પ્રવેશપ્રક્રિયા થવાની નહોતી. હવે હાઈ કોર્ટે પ્રવેશપરીક્ષા રદ કરીને દસમા ધોરણના માર્ક્સ પર જ પ્રવેશ આપવાનો આદેશ આપ્યો હોવાથી અગિયારમા ધોરણની પ્રવેશપ્રક્રિયા રસાકસીવાળી થશે. આ વખતે રાજ્ય મંડળની દસમા ધોરણની પરીક્ષામાં 100 ટકા માર્ક્સ મેળવનારા 957 વિદ્યાર્થીઓ રાજ્યમાં છે. રાજ્યના 1,04,633 વિદ્યાર્થીઓને 90 ટકા કરતા વધારે માર્ક્સ મળ્યા છે.

85 થી 90 ટકા માર્ક્સ મેળવનાર 1,28,174 વિદ્યાર્થીઓ છે. ઉપરાંત સીબીએસઈ બોર્ડ, અન્ય ખાનગી બોર્ડ, આંતરરાષ્ટ્રીય મંડળોમાં પાસ થયેલા વિદ્યાર્થીઓનો ઉમેરો પણ થશે. તેથી નામાંકિત કોલેજમાં પ્રવેશ મેળવવા 95 ટકા માર્ક્સ પણ ઓછા પડશે એવી શક્યતા છે.

કટ ઓફ્ફ માર્ક્સમાં વધારો
નામાંકિત અથવા વિદ્યાર્થીઓને સૌથી વધુ ગમતી કોલેજોમાં પ્રવેશ માટેના કટ ઓફ્ફ માર્ક્સ વધશે. ગયા વર્ષે લગભગ 80 થી 85 ટકાવાળા વિદ્યાર્થીઓને પ્રવેશ મળ્યો તે કોલેજોમાં આ વર્ષે 90 ટકાથી વધારે માર્ક્સ જોઈશે. તેથી વિદ્યાર્થીઓને મનગમતી કોલેજમાં પ્રવેશ મળશે કે એવો પ્રશ્ન નિર્માણ થયો છે. માર્ક્સની આ રસાકસીમાં 70 ટકા ઓછા માર્ક્સ મેળવનાર વિદ્યાર્થીઓને મનગમતી સ્ટ્રીમમાં પ્રવેશ મેળવવામાં અડચણ થાય એવી શક્યતા છે.

અન્ય સમાચારો પણ છે...