તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જોગવાઈ:મહારાષ્ટ્ર સુરક્ષા દળના જવાનો માટે આપત્કાલીન સ્થિતિમાં આધાર નથી

મુંબઈ9 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મૃત્યુ થાય તો વીમો અને કુટુંબીઓ માટે આર્થિક જોગવાઈ નથી

કોરોનાના સંકટ સમયમાં ડોકટરો અને પોલીસો સાથે જ મહારાષ્ટ્ર સુરક્ષા દળ પ્રમાણે જ કોન્ટ્રેક્ટ પદ્ધતિ પર રહેલા અનેક ખાનગી સુરક્ષારક્ષકો જીવ જોખમમાં મૂકીને લડી રહ્યા છે. આપ્તકાલીન સેવામાં લડવા છતાં કોઈ પણ સુવિધા મળતી ન હોવાથી કોન્ટ્રેક્ટ પરના સુરક્ષારક્ષકો ચિંતામાં છે. આરોગ્ય વીમો નથી. કોરોના સંકટમાં મૃત્યુ થાય તો કુટુંબીઓ માટે આર્થિક જોગવાઈ નથી, સાવ નગણ્ય પગાર જેવી અસુવિધાઓને કારણે તમામ સુરક્ષારક્ષકો હતાશ છે. 
લગભગ ૧૬૨ સંવેદનશીલ ઠેકાણાઓની સુરક્ષાની જવાબદારી તેમના પર
મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં સેંકડો ખાનગી સુરક્ષા એજન્સીઓ છે. એમાં દેશના લાખો લોકો કામ કરે છે. આ તમામ એજન્સીઓ કોન્ટ્રેક્ટ પર સુરક્ષારક્ષકોની નિમણુક કરે છે. ગૃહનિર્માણ સોસાયટીઓ, કાર્યાલયો, કંપનીઓ તેમ જ વિવિધ આસ્થાપનાઓની સુરક્ષાની જવાબદારી તેમના પર છે. આ ખાનગી સુરક્ષારક્ષકોની જેમ જ મુંબઈમાં ૨૬-૧૧ના ત્રાસવાદી હુમલા પછી નિયુક્ત કરવામાં આવેલા મહારાષ્ટ્ર સુરક્ષા દળની અવસ્થા પણ એવી જ છે. એમાં લગભગ ૯ હજાર જવાન કોન્ટ્રેક્ટ પદ્ધતિ પર કામ કરે છે. રાજ્યના લગભગ ૧૬૨ સંવેદનશીલ ઠેકાણાઓની સુરક્ષાની જવાબદારી તેમના પર છે. કોરોનાગ્રસ્ત હોસ્પિટલોમાં જીવ જોખમમાં નાખીને આ જવાનો કામ કરે છે. 
કોન્ટ્રેક્ટ પર કામ કરતા સુરક્ષારક્ષકોની માગણી
મુંબઈ, પુણેમાં અનેક જવાનોને કોરોનાનું સંક્રમણ થયું છે. જોકે આ આપ્તકાલીન પરિસ્થિતિમાં ફક્ત પ્રવાસ ભથ્થુ છોડીને કોઈ પણ સુવિધા મળતી ન હોવાથી આ જવાનો નિરાશ છે. જે જવાનોને ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે તેમના રહેવાની, ભોજનની, પાણીની વ્યવસ્થા ન હોવાથી તેમની હેરાનગતિ થઈ રહી છે. પોલીસ અને મહાપાલિકા કર્મચારીઓ પ્રમાણે કોરોનાનું સંક્રમણ થાય તો સારવાર માટે હોસ્પિટલો, આરોગ્ય વીમો તેમ જ મૃત્યુ થાય તો કુટુંબીઓને આર્થિક વળતર મળે એવી આ જવાનોની અને એ જ પ્રમાણે કોન્ટ્રેક્ટ પર કામ કરતા સુરક્ષારક્ષકોની માગણી છે. એમાં વળી તમામ આસ્થાપનાઓ બંધ હોવાથી નોકરી પર તલવાર તોળાઈ રહી છે. 

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ભાગ્યના નક્ષત્રો પ્રબળ થઇને તમારા અટવાયેલાં કાર્યોને ગતિ પ્રદાન કરે છે. ઘરના વડીલોની સલાહ અને માર્ગદર્શન ઉપર ધ્યાન આપો. તેમની સલાહ તથા આશીર્વાદ તમારા માટે વરદાન સાબિત થશે. યોગ્ય સમયનો ભર...

વધુ વાંચો