• Gujarati News
  • Local
  • Mumbai
  • There Is No Contradiction In The Front: Raut, Despite Tensions On Various Issues, Said All Is Well

નિવેદન:આઘાડીમાં કોઈ આંતરવિરોધ નથીઃ રાઉત, વિવિધ મુદ્દાઓ પર ખેંચતાણ છતાં ઓલ ઈઝ વેલ હોવાનું કહ્યું

મુંબઇ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મહારાષ્ટ્રમાં આઠ મહિના જૂની મહાવિકાસ આઘાડી સરકારમાં સતત મતભેદો સામે આવી રહ્યા છે. આમ છતાં આઘાડીમાં કોઈ આંતરવિરોધ નથી એવો દાવો શિવસેનાના સાંસદ સંજય રાઉતે મંગળવારે કર્યો હતો. વિવિધ મુદ્દાઓ પર ખેંચતાણ ચાલી રહી હોવા છતાં ઓલ ઈઝ વેલ હોવાનું તેમણે જણાવ્યું હતું. આઘાડીમાં કોઈ આંતરવિરોધ નથી. અમે વરમાળા પહેરી છે. સંસાર સુખેથી ચાલી રહ્યો છે. આ ખીચડી નથી. દેશના ત્રણ મુખ્ય પક્ષની સરકાર છે અને પાંચ વર્ષ સરકાર અડગ રહેશે, એમ તેમણે જણાવ્યું હતું. છેલ્લા કેટલાક દિવસથી આઘાડીમાં બિઘાડી ચાલી રહી છે. અનેક મુદ્દાઓ પર શિવસેના અને રાષ્ટ્રવાદીમાં નિર્ણયો લેવાની બાબતમાં મતભેદ છે. બીજી બાજુ કોંગ્રેસના નેતાઓને નિર્ણયમાં સહભાગી નહીં કરવાનો કોંગ્રેસના કેન્દ્રીય નેતાઓનો આરોપ છે.

આઘાડીમાં કોઈ મતભેદ નથી. ત્રણેય પક્ષ સમન્વયથી કામ કરી રહ્યા છે. હાલમાં કોરોનાએ સંપર્ક અને સંદેશવ્યવહાર થોડો ઘટાડ્યો છે. આમ છતાં એકબીજા સાથે વિચારવિમર્શ કરીને નિર્ણયો લેવામાં આવી રહ્યા છે. અહમદનગરના પારનેરમાં શિવસેનાના પાંચ નગરસેવકોને રાષ્ટ્રવાદીએ ફોડ્યા તે વિશે રાઉતે બચાવ કરતાં કહ્યું કે તે અજિત પવારના ઇશારે થયું છે એમ કહેવું ઉચિત નથી. દરમિયાન આઘાડીમાં તાજેતરમાં અમુક નિર્ણયો લેવાયા અને પછી તે રદ કરવાનો અથવા પાછા ખેંચવાનો વારો આવ્યો હતો, જેને લઈ ભાજપે આઘાડીને નિશાન બનાવી છે. રાજકીય નિરીક્ષકો તો આઘાડી સરકાર ગમે ત્યારે તૂટી પડશે એવી આગાહી કરી રહ્યા છે. આનાં મુખ્ય કારણોમાં શિવસેના અને રાષ્ટ્રવાદી વચ્ચે રમાતું રાજકારણ છે.

તેના પ્રત્યાઘાત રાજકીય અને વહીવટી કામકાજ પર પડી રહ્યા છે. થાણે જિલ્લાના ચાર મહાપાલિકા કમિશનરોની બદલી કર્યા પછી નવી મુંબઈના કમિશનરની બદલી રોકવી, થાણે જિલ્લામાં લોકડાઉન, પારનેર નગર પંચાયતના પાંચ શિવસેનાના નગરસેવકોનો ઉપ મુખ્ય મંત્રી અજિત પવારની હાજરીમાં રાષ્ટ્રવાદીમાં પ્રવેશ, કલ્યાણ પંચાયત સમિતિમાં શિવસેના અને ભાજપનું જોડાણ જેવી ઘટનાઓને લઈને શિવસેના અને રાષ્ટ્રવાદી વચ્ચે સતત મતભેદો સામે આવી રહ્યા છે. 

રાજકીય નિરીક્ષકોનું એવું કહે છે કે વિવાદ વકર્યા પછી તે શાંત પાડવા શરદ પવારને મેદાનમાં ઊતરવું પડ્યું તેનું કારણ વિપક્ષ આ મુદ્દો ચગાવી રહ્યો છે. મુંબઇમાં હાલમાં 10 ડીસીપીની બદલી કર્યાના 48 કલાકમાં નિર્ણય રદ કરાયો. કહેવાય છે કે રાજ્યના ગૃહમંત્રીએ મુખ્ય મંત્રીની જાણ બહાર આ બદલીઓ કરી હતી. આ મામલો ગરમ થતાં શરદ પવાર અને ગૃહ રાજ્ય મંત્રી અનિલ દેશમુખ માતોશ્રીમાં પહોંચી ગયા હતા. બંધબારણે ચર્ચા પછી હવે પછી કોઈ પણ નિર્ણય આપસી સમજૂતીથી લેવાશો એવું નક્કી થયું હોવાનું કહેવાય છે.

અન્ય સમાચારો પણ છે...