ભાસ્કર વિશેષ:રાજ્યમાં મેક્સીકેબને પરવાનગી મળે એવી પ્રબળ શક્યતા

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આ બાબતે અભ્યાસ કરવા 5 સભ્યોની સમિતિની સ્થાપના રાજ્ય સરકાર દ્વારા સ્થાપલામાં આવી

રાજ્યમાં મેક્સીકેબ જેવા અનધિકૃત પ્રવાસી અવરજવર કરનારાને આગામી સમયમાં અધિકૃત દરજ્જો મળે એવી શક્યતા છે. રાજ્ય સરકારે આ સંદર્ભે 5 સભ્યોની સમિતિ સ્થાપવામાં આવી છે. મેક્સીકેબને લાયસંસ આપવાનું નિયોજન, એ સંદર્ભે ધોરણ, એના લીધે એસટી મહામંડળની આવક પર થનારી અસર, વગેરેનો અભ્યાસ કરીને સમિતિ તરફથી ત્રણ મહિનામાં અહેવાલ રજૂ કરવામાં આવશે. મેક્સીકેબને પરવાનગી મળશે તો કોરોના અને એ પછી હડતાલમાંથી બહાર નીકળનાર એસટીનું આર્થિક નુકસાન થાય એવી શક્યતા છે.

મેક્સીકેબને લાયસંસ આપવા બાબતે યોજના તૈયાર કરતા પ્રવાસીઓની સગવડ, વાહનનો કરનો દર, એસટી મહામંડળની આવક પર થનારી સંભવિત અસર, સરકારને મળનારું મહેસૂલ, આ વાહનને આપવાનું ક્ષેત્ર, માર્ગ, લાયસંસ સંખ્યા અને બીજી બાબતોનો અભ્યાસ સમિતિ દ્વારા કરવામાં આવશે. આ બાબતે ભલામણ સહિતનો અહેવાલ ત્રણ મહિનામાં સરકારને રજૂ કરવામાં આવશે. ફેબ્રુઆરી 2021માં અતિરિક્ત પોલીસ મહાસંચાલક (પરિવહન)ની અધ્યક્ષતા હેઠળ સમિતિ સ્થાપવામાં આવી હતી.

આ સમિતિએ પણ મેક્સીકેબ ધોરણ સંદર્ભે અભ્યાસ કરીને બે મહિનામાં અહેવાલ રજૂ કરવાની હતી. આ સમિતિ બરખાસ્ત કરીન ફરીથી 5 સભ્યોની નવી સમિતિ સ્થાપવામાં આવી છે. પાંચ સભ્યોની સમિતિમાં રામનાથ ઝા (સેવાનિવૃત ભારતીય પ્રશાસકીય સેવા), પરિવહન આયુક્ત અવિનાશ ઢાકણે, એસટી મહામંડળના ઉપાધ્યક્ષ શેખર ચન્ને, અપર પરિવહન આયુક્ત જિતેન્દ્ર પાટીલ અને પરિવહન ઉપાયુક્ત અભય દેશપાંડેનો સમાવેશ છે.

રાજ્યમાં 7 થી 12 સીટવાળી પ્રવાસી વાહન સેવા (મેક્સીકેબ) અનધિકૃત રીતે ચલાવવામાં આવે છે. ગ્રામીણ ભાગમાં એનું પ્રમાણ વધારે છે. એસટી ડેપોની બહાર ઊભા રહીને એસટીના પ્રવાસીઓને સસ્તા દરમાં લઈ જવામાં આવે છે. તેથી એસટીની આવક પર પણ અસર થાય છે. મેક્સીકેબ પર દંડાત્મક કાર્યવાહી કરવામાં આવે છે.

આ અનધિકૃત સેવાને છેલ્લા થોડા વર્ષમાં અધિકૃત કરવાનો પ્રયત્ન થયો પણ એસટી સંગઠને આંદોલન કરવાની ભૂમિકા લેતા એ નિર્ણય પાછો ખેંચવો પડ્યો. રાજ્યના પ્રવાસીઓની સગવડ માટે એસટી મહામંડળને સરકારે એકાધિકાર આપ્યો છે. એમાં સુધારો કરીને 1998માં મોટર કેબ ધોરણ વાહનનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ યોજનાને સ્ટે આપવામાં આવ્યો છે અને મેક્સીકેબ વર્ગના વાહનને લાયસંસ આપવામાં આવતું નથી. હવે જો કે લાયસંસ આપવાની હિલચાલ શરૂ કરવામાં આવી છે.

પ્રવાસીઓની સુરક્ષિતતાનો પ્રશ્ન : સાતથી આઠ કે એના કરતા વધારે પ્રવાસીઓની અવરજવર લાયસંસ વિના રાજ્યના અનેક ભાગમાં થાય છે. નિયમ ન પાળવાથી અકસ્માતો પણ થાય છે. એના માટે જવાબદાર કોણ છે? પ્રવાસીઓની સુરક્ષિતતાનો પ્રશ્ન છે. તેથી મેક્સીકેબ ધોરણ અમલમાં મૂકવું યોગ્ય છે કે નહીં એના માટે 5 સભ્યોની સમિતિ સરકારે સ્થાપી છે એવી માહિતી પરિવહન મંત્રી અનિલ પરબે આપી હતી.

મિડી બસસેવા ફરીથી?
ગેરકાયદે પરિવહનને લગામ તાણવા એસટી મહામંડળે 10 વર્ષ પહેલાં મિડી બસ શરૂ કરી. પણ ગેરકાયદે પ્રવાસી પરિવહન પર અંકુશ ન આવ્યો. થોડા સમય પછી મિડી બસ બંધ થવા માંડી. અત્યારે 596 મિડી બસમાંથી 64 બસ જ દોડી રહી છે. પણ ગ્રામીણ ભાગમાં મોટા આકારની બસના બદલે મિડી બસ ચલાવવી યોગ્ય છે કે નહીં એનો કયાસ એસટી મહામંડળ ફરીથી લેશે. એ પછી મિડી બસની સંખ્યા વધારવા બાબતે અંતિમ નિર્ણય લેવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...