તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પ્રવાસની વાટ:લોકલ ટ્રેનમાં પ્રવાસ કરવા હજુ 50 લાખ પ્રવાસી વાટ જોવે છે

મુંબઈ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • બધાને પ્રવાસની છૂટ નહીં હોવાથી રસ્તાઓ પર વધારાનો પ્રવાસી ભાર

અત્યાવશ્યક સેવાના કર્મચારીઓ અને બંને રસી લીધી હોય તેવા પ્રવાસીઓ માટે જ મુંબઈની જીવાદોરી મનાતી લોકલ ટ્રેનમાં હાલમાં પ્રવાસ કરવાની છૂટ અપાતી હોવાથી બે રસી નહીં લઈ શકનારા લાખ્ખો પ્રવાસીઓ અટવાઈ ગયા છે. પ્રવાસનું સસ્તું સરકારી વાહન લોકલમાં પ્રવાસની છૂટ નહીં હોવાથી અનેક લોકો વાહનો થકી તેમના સ્થાન સુધી પહોંચી રહ્યા છે. આને કારણે રસ્તાઓ પર પણ ભાર વધી રહ્યો છે. લગભગ 50 લાખ પ્રવાસીઓ લોકલના સસ્તા અને તેજ પ્રવાસની વાટ જોઈ રહ્યા છે.

ઓગસ્ટ અંત પછી પણ 50 લાખ પ્રવાસી ટ્રેનમાં પ્રવાસની વાટ જોઈ રહ્યા છે. હાલમાં મધ્ય અને પશ્ચિમ રેલવેમાં રોજ સરેરાશ 30 લાખ પ્રવાસીઓ પ્રવાસ કરી રહ્યા છે. કોવિડ પૂર્વે આ સંખ્યા લગભગ 80 લાખની હતી. બધાને પ્રવાસની છૂટ નહીં હોવાથી ઘણા લોકો ટુ-વ્હીલર કાં ફોર-વ્હીલરમાં નીકળી રહ્યા છે. વળી, જેમની પાસે પોતાનાં વાહનો નથી તેઓ બસ અથવા રિક્ષા- ટેક્સી કે કેબનો આશરો લઈ રહ્યા છે. આન કારણે રસ્તાઓ પર પ્રવાસી ભાર વધ્યો છે. આથી મુંબઈગરાને ઠેર ઠેર ટ્રાફિકજામનો સામનો કરવો પડી રહ્યો છે.

એસી લોકલ માટે આગેવાની
દરમિયાન મધ્ય રેલવે મુંબઈ વિભાગના ઝોનલ મેનેજર શલભ ગોયલ અને ભાજપનાં મહારાષ્ટ્ર પ્રદેશ ઉપાધ્યક્ષા ચિત્રા વાઘ સાથે પ્રવાસી સંગઠનોની બુધવારે બેઠક પાર પડી હતી. તેમાં મેટ્રોની જેમ એસી લોકલ પણ શરૂ કરવા યોગ્ય પ્રચાર- પ્રસાર કરવા યોગ્ય ચર્ચા થઈ હોવાની માહિતી વાઘે આપી હતી.

અન્ય સમાચારો પણ છે...