ભાસ્કર વિશેષ:રાજ્યમાં હવે 24 ઓટોમેટિક વાહન તપાસ કેન્દ્રો

મુંબઈ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • માનવી પદ્ધતિથી થતી તપાસમાં સમયનો વેડફાટ અને સુસૂત્રતા નથી હોતી

વાહનોની તપાસણીમાં સુસૂત્રતા લાવવા માટે રાજ્યમાં 11 અદ્યતન ઓટોમેટિક વાહન તપાસ અને નિરીક્ષણ કેન્દ્રો ઊભા કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. એમાં હવે વધુ 13 કેન્દ્રોનો ઉમેરો થયો છે. કેન્દ્ર ઊભા કરવા અને એના નિયોજન માટે ટૂંક સમયમાં પરિવહન વિભાગ તરફથી બેઠક આયોજિત કરવામાં આવશે. રિક્ષા, ટેક્સી, ખાનગી બસ, બેસ્ટ બસ, એમ્બ્યુલન્સ, અગ્નિશમન દળના વાહન વગેરે સહિત અન્ય વ્યવસાયિક અને ભારે વાહનોની આરટીઓમાં તપાસ થાય છે. પહેલાં નવા વાહનની નોંધણી કરતા, એ પછી બીજી તપાસ બે વર્ષ બાદ અને પછી દર વર્ષે તપાસ કરવામાં આવે છે.

વાહનોના સસપેન્સન, પૈડાં, સ્પીડ, બ્રેક, થનારું પ્રદૂષણ, લાઈટ્સ વગેરેની ચકાસણી કરવામાં આવે છે. માનવી પદ્ધતિથી થતી તપાસમાં ઘણો સમય લાગે છે અને તપાસમાં સુસૂત્રતા આવતી નથી. કેટલીક તપાસ બાકાત રાખીને વાહનોને યોગ્યતા પ્રમાણપત્ર આપવામાં આવે છે. તેથી રસ્તા પર દોડતા આ વાહનોને લીધે અકસ્માતનું જોખમ રહે છે. એમાં સુસૂત્રતા આવે એ માટે ઓટોમેટિક વાહન તપાસ અને નિરીક્ષણ કેન્દ્ર ઊભા કરવાનો નિર્ણય પરિવહન વિભાગે લીધો છે.

આ શહેરોમાં સેવા હશે
મુંબઈમાં તારદેવ, કુર્લા નહેરુનગર, અંધેરી, થાણેમાં મર્ફી, કલ્યાણમાં નાંદિવલી, પનવલમાં તળોજા, નાગપુરમાં હિંગણા, પિંપરી-ચિંચવડમાં ભોસરી, પુણેમાં દિવે ઘાટ, કોલ્હાપુર, ઔરંગાબાદ, અમરાવતી, સાતારા, બારામતી, સોલાપુર, શ્રીરામપુર, લાતુર, આંબેજોગાઈ, નાંદેડ, પરભણી, બુલઢાણા, અકોલા, વાશિમ, નાગપુર ગ્રામીણ.

નાશિકમાં પ્રથમ કેન્દ્ર
24 વાહન તપાસ અને નિરીક્ષણ કેન્દ્રો ઊભા કરવામાં આવશે ત્યારે પરિવહન વિભાગે આ પહેલાં પ્રથમ ઓકટોબર 2015માં નાશિકના પંચવટી પરિસરમાં ઓટોમેટિક વાહન તપાસ કેન્દ્ર ઊભું કરવામાં આવ્યું. ત્યાં દર મહિને મોટી સંખ્યામાં વાહનોની તપાસ કરવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...