તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
વિધાનસભાની ચૂંટણી પછી સત્તા વહેંચણીની ફોર્મ્યુલા પરથી નારાજ થઈને શિવસેનાએ ભાજપ સાથે છેડો ફાટી નાખીને કોંગ્રેસ અને રાષ્ટ્રવાદી સાથે આઘાડી રચી. ભાજપે મુખ્ય મંત્રીપદ સહિત સત્તા વહેંચણીમાં 50-50 સ્થાન આપવાનું વચન આપ્યું હતું એવો દાવો શિવસેના દ્વારા કરવામાં આવ્યો હતો. બંધ દરવાજાની આડમાં થયેલી બેઠકમાં વચન અંગે ભાજપના નેતા અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પહેલી જ વાર મૌન છોડ્યું હતું. અમે શિવસેનાને કોઈ પણ વચન આપ્યું નહોતું એવો દાવો કરીને અમિત શાહે શિવસેના સાથે મહાવિકાસ આઘાડીના મિત્ર પક્ષોની પણ ટીકા કરી હતી. ઉપરાંત અમે તમારા રસ્તે નહીં ચાલીશું, જો ચાલ્યો હોત તો તમારી પાર્ટીનું અસ્તિત્વ નહીં હોત, એવો પડકાર પણ ફેંક્યો હતો.
કોંકણમાં નારાયણ રાણેની 150 બેઠક ધરાવતી લાઈફટાઈમ મેડિકલ કોલેજનું અમિત શાહને હસ્તે રવિવારે ઉદઘાટન થયું. તે સમયે શાહે શિવસેના દ્વારા વારંવાર કરાતા આરોપોનો જવાબ આપ્યો હતો. હું ભાજપાધ્યક્ષ હતો ત્યારે મહારાષ્ટ્રમાં ચૂંટણીઓ થઈ હતી. અમે દેવેન્દ્ર ફડણવીસની આગેવાની હેઠળ ચૂંટણી લડ્યા હતા, પરંતુ તે પછી ત્રણ પૈડાંની રિક્ષાની સરકાર મહારાષ્ટ્રમાં અસ્તિત્વમાં આવી. ત્રણેય પૈડાં અલગ અલગ દિશામાં ચાલે છે. આ સરકાર દરેક મોરચે નિષ્ફળ નીવડી છે. હું આજે મહારાષ્ટ્રની જનતાને કહેવા માટે આવ્યો છું. તમે જનાદેશ આપ્યો હતો. તેનું અપમાન કરીને સત્તાની લાલચ માટે અહીં સરકાર સ્થાપવામાં આવી છે.
મોદીજી અને દેવેન્દ્રજીની આગેવાની હેઠળ ભાજપ- શિવસેનાની સરકાર માટે જનાદેશ હતો. જેઓ એમ કહી રહ્યા છે કે અમે વચન તોડ્યું તેમને યાદ અપાવવા માગું છું કે અમે વચન પર અડગ રહેનારા માણસ છીએ. અમે ખોટું બોલતા નથી. બિહારમાં અમે ચૂંટણી લડ્યા. અમે વચન આપ્યું હતું કે એનડીએચ સરકાર આવશે તો મુખ્ય મંત્રી નીતિશકુમાર બનશે. અમારી બેઠકો વધુ આવવા છતાં અમે નીતિશ કુમારને મુખ્ય મંત્રી બનાવ્યા, એમ અમિત શાહે શિવસેનાને ઉત્તર આપતાં જણાવ્યું હતું.તેઓ કહી રહ્યા છે કે એક ખોલીમાં વચન આપ્યું હતું અને મેં તે વચન આપ્યું હતું. હું ખોલીમાં કશું કરતો નથી. જે કરું છું તે બધાની સામે કરું છું.
ડંકે કી ચોટ પર કરતા હૂં. મેં ક્યારેય બંધ દરવાજાની આડમાં રાજકારણ કર્યું નથી. હું જનતામાં રહેનારો માણસ છું. કોઈને ગભરાતો નથી. બધાની સામે બોલું છું. મેં એવું કોઈ વચન આપ્યું નહોતું.જો મેં વચન આપ્યું હતું એમ માનીએ તો ઉદ્ધવજી તેમના કરતા અઢીગણા મોટો ફોટો નરેન્દ્ર મોદીના વાપરીને પરચાર કરતા હતા. મોદીજીને નામે મત માગ્યા. મારી સાથે સભા થઈ. મોદીજી સાથે સભા થઈ. દરેક જગ્યાએ બોલ્યો કે એનડીએની સરકાર ચૂંટી આપો. ફડણવીસજી મુખ્ય મંત્રી બનશે. તે સમયે કેમ નહીં બોલ્યા? પણ એવું કોઈ વચન આપ્યું નહોતું.
સિદ્ધાંત છોડીને સત્તામાં બેઠા
સત્તાના મોહમાં બાળાસાહેબ ઠાકરેના સિદ્ધાંતોને નદીમાં છોડીને સત્તામાં બેઠા. કલમ 370 હટાવ્યું. ડરતાં ડરતાં કહે છે અમે સ્વાગત કરીએ છીએ. રામમંદિર બનાવવાનો નિર્ણય થાય છે. ત્યારે પણ હું જઈશ... નહીં જઈશ, શું થયું? અમે ક્યારેય ડર્યા નથી. ભાજપ સિદ્ધાંતો માટે રાજકારણમાં આવ્યો છે. રાજકારણ માટે સિદ્ધાંત તૈયાર કરતો નથી. હું શિવસેનાના મિત્રોને કહેવા માગું છું કે તમે સિદ્ધાંતો માટે આવેલા નથી. બાળાસાહેબ ગયા. હવે રાજકારણ માટે સિદ્ધાંતોની તોડમોડ ચાલુ છે, પરંતુ મહારાષ્ટ્રની જ જનતા સારી રીતે જાણે છે. હું એટલંુ જ કહેવા માગું છું કે અમે તમારા રસ્તે ચાલ્યો નહીં. દેવેન્દ્ર ફડણવીસ મુખ્ય મંત્રી હતા ત્યારે અમે તમારા માર્ગે ચાલ્યો હોત તો તમારો પક્ષ અસ્તિત્વમાં રહ્યો નહીં હોત, એમ કહીને શાહે શિવસેના પર નિશાન સાધ્યું હતું, જેની સામે હવે શિવસેના શું પ્રતિક્રિયા આપે છે તે જોવાની ઉત્સુકત રહેશે.
કૃપાશંકર સિંહની હાજરી ચર્ચાસ્પદ રહી
દરમિયાન કોંગ્રેસ- રાષ્ટ્રવાદીના સત્તાકાળમાં રાજ્યના ભૂતપૂર્વ ગૃહમંત્રીપદ કૃપાશંકર સિંહે પણ આ કાર્યક્રમમાં હાજરી આપતાં ચર્ચાસ્પદ બન્યા હતા. તેમણે ધારા 370ને સમર્થન આપીને કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે. જોકે તેમણે કોઈ પાર્ટીમાં હજુ પ્રવેશ કર્યો નથી, પરંતુ ભાજપના કાર્યક્રમોમાં અમુક વાર દેખાય છે. રાણેના કાર્યક્રમમાં હાજરી આપીને તેઓ ભાજપની બહુ નજીક હોવાનો સંકેત તેમણે આપ્યો હતો.
પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.